Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

વકીલોના વિરોધ બાદ ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા વેલફેર-ફીમાં ઘટાડો કરાયો

રાજકોટ તા.૫: બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા થોડા સમય પહેલા નવી વેલફેર સ્કીમ લાગુ કરવામાં આવી હતી જે નવી વેલફેર સ્કીમ લાગુ કરવામાં આવી હતી જે નવી વેલફેર સ્કીમ મુજબ પાંચ વર્ષની વકીલાત ધરાવતા એડવોકેટશ્રીઓના વાર્ષીક રૂ.૧૦૦૦,૫ વર્ષની વકીલાત ધરાવતા એડવોકેટશ્રીઓ ના વાર્ષીક રૂ.૧૦૦૦,૫ વર્ષથી ૧૫ વર્ષની વકીલાત ધરાવતા એડવોકેટશ્રીઓના વાર્ષીક રૂ.૧૫૦૦,૧૫ વર્ષથી ૨૦ વર્ષની વકીલાત ધરાવતા એડવોકેટશ્રીઓના વાર્ષીક રૂ.૨૦૦૦ અને ૨૦ વર્ષથી વધુની વકીલાત ધરાવતા એડવોકેટશ્રીઓના વાર્ષીક રૂ.૨૫૦૦૦ વાર્ષીક ધોરણે ભરવાના થતા જે વેલફરે સ્કીમ જુની વેલફેર સ્કીમના પીમીયમમા ખુબજ વધુ હોય અને પત્યેક વકિલોને નવી સ્કીમ ખુબજ ભારણરૂપ લાગતી હોય સમગ્ર ગુજરાતમાં મોટાભાગના બાર એશોસીએશન દ્વારા વિરોધ કરવામાં આવેલો હતો.

સમગ્ર વિરોધના પગલે ભારતના ઇતીહાસમાં પ્રથમ વખત પોતે જ કરેલો ઠરાવ સતત ત્રીજા વખત સુધારવાની ફરજ પડી હતી. સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામ બાર એશોશીએશન દ્વારા એકજ સુરે અસહકાર આદોલન શરૂ કરવામાં આવ્યું હતું. આ આદોલનના પ્રણેતા એવા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના મેમ્બર શ્રી પરેશભાઇ વાઘેલા, મુકેશભાઇ કામદાર, ગુલાબખાન પઠાણ, અપઝલખાન પઠાણ, રણજીતસિંહ રાઠોડ વગેરે સહીત ગુજરાત કોંગ્રેસ લીગલ સેલના પદેશ કન્વીનર ડો.જીજ્ઞેશ એમ.જોષી દ્વારા પ્રાથમીક ધોરણે શરૂ કરવામાં આવેલ અને ગુજરાત રાજયના તમામ એડવોકેટ મીત્રોના સાથ સહકાર સાથે એક અહિસક અસહકાર આદોલનનુ સ્વરૂપ ધારણ કરેલ હતુ જેના ફલસ્વરૂપે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના તમામ હોદેદારો દ્વારા કરવામાં આવેલા ભરપુર પયાસો છતા માત્ર ગુજરાતના ૮૨૦૦૦ વકીલમીત્રો માથી માત્રને માત્ર ૨૨૦૦ જેટલા જ વકીલોએ પોતાનુ સભ્યપદ રજીસ્ટેશન નવી વેલફેર સ્કીમમા કરાવડાવેલ હતું.

ગઇકાલે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની એક મીટીંગ મળી હતી જેમાં ઉપરોકત તમામ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના મેમ્બર દ્વારા વિવિધ વકીલ મંડળોની લાગણીની અસરકારક રજુઆત કરી હતી જેના ફળસ્વરૂપે બાર કાઉન્સીલ ઓફ ગુજરાત એ પ વર્ષથી ઓછી વકીલો માટે રૂ. પ૦૦/- અને પ વર્ષથી વધુ વકીલાત વાળા એડવોકેટશ્રીઓ માટે વાર્ષિક રૂ. ૧૫૦૦/-નું ફીનું ધોરણ નક્કી કરવામાં આવેલ હતું.

બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના મેમ્બર મુકેશ કામદાર, પરેશ વાઘેલા, ગુલાબખાન પઠાણ, અફઝલખાન પઠાણ, રણજીતસિંહ રાઠોડ અનેગુજરાત પ્રદેશ કોંગ્રેસ લીગલ સેલના પ્રદેશ કન્વીનર ડો. જીજ્ઞેશ એમ. જોષી દ્વારા કરવામાં આવેલ વિરોધ સંપૂર્ણપણે સફળ થયો હતો.

(3:31 pm IST)