Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

સંતકબીર રોડ પરથી ૨૫ લીટર દેશી દારૂ સાથે સગીર પકડાયો

દારૂનો જથ્થો મોકલનાર શારદા કુંવરીયા અને મંગાવનાર કિરણ ડાભીના નામ ખુલતા શોધખોળ

રાજકોટ તા ૫ સંતકબીર રોડ પર પીપળાવાળા  ચાની હોટલ પાસેથી બી ડીવીઝન પોલીસે એકટીવામાં દેશી દારૂના જથ્થા સાથે સગીરને પકડી લીધો હતો.

મળતી વિગતમુજબ શહેરમાં દારૂ જુગારની  પ્રવૃતિને નાબુદ કરવા માટે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશ્નર  સિધ્ધાર્થ ખત્રી તથા ડીસીપી રવીમોહન સોૈનીએ સુચના આપતા બી ડીવીઝન   પોલીસ મથકના પી.આઇ. એમ.આર. પરમારના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ.એમ.એફ. ડામોર, એ.એસ.આઇ.  એસ.ડી. પાદરીયા, હેડ કોન્સ. વિરમભાઇ ધગલ, મનોજભાઇ, એભલભાઇ, કિરણભાઇ, મહેશભાઇ અન ેકેતનભાઇ  સહીત પેટ્રોલીંગમાં હતા ત્યારે સંતકબીર રોડ, પીપળાવાળા ચાની હોટલ સામેથી  જીજે-૩-જેકયુ ૮૯૮ નંબરના શંકાના આધારે એકટીવાને રોકી તલાશી લેતા  ડેકીમાંથી  રૂ. ૫૦૦/- ની  કિંમતનો ૨૫ લીટર  દેશી  દારૂ  નીકળતા  પોલીસે એકટીવા ચાલક સગીરને પકડી લીધો હતો. પોલીસે તેની પુછપરછ કરતા આ દારૂનો જથ્થો મોકલનાર કુબલીયાપરાની શારદા ભરત કુવરીયા  અને મંગાવનાર કિરણ સંજય ડાભીના નામો ખુલતા પોલીસ ે બંનેની શોધખોળ આદરી છે.

(3:28 pm IST)