Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

પતિના આપઘાત કેસમાં પત્નિ અને સાસુની આગોતરા જામીન અરજી મંજુર

રાજકોટ તા.૫: પતિએ કરેલ આત્મહત્યાના કેસમાં સાસુ-પત્નિ તથા વકિલ સામે થયેલ ફરીયાદમાં સાસુ-પત્નિના આગોતરા જામીન મંજુર કરી હતી.

કેસની વિગત મુજબ ફરીયાદની વિગત મુજબ ગુજ.પ્રકાશભાઇ દિનેશભાઇ ચાવડા રહે.રોહીદાસપરા, શેરી નં.૧, મોરબી વાળાએ રીસામણે માવતરે રહેલ પત્નિ શીતલબેન વા/ઓ. પ્રકાશભાઇ તથા સાસુ નિર્મળાબેન પ્રવીણભાઇ સારેસા મરણજનાર પાસે સમાધાનના રૂ.૭,૦૦,૦૦૦ ની સાસુ-નિર્મળાબેન, પત્નિ-શીતલબેન તથા વકિલ-મીનાક્ષીબેનનાઓએ મરણજનાર પ્રકાશભાઇ ચાવડા પાસે માંગણી કરેલ અને જો પૈસા નહી આપે તો કેસ કરીને આખા પરીવારને ફીટ કરીશુ તે રીતે અવાર-નવાર ખાધા ખોરાકીના સમાધાન માટે રૂપીયાની માંગણી કરી તેને અવાર-નવાર શારિરીક તથા માનશીક ત્રાસ આપીને તેને મરી જવુ પડે તેવા સંજોગો ઉભા કરતા પ્રકાશભાઇ ચાવડાએ ઝેરી દવા પી જતા તેનુ સારવાર દરમ્યાન મરણ ગયેલ.

આ અંગેની ફરીયાદ મરણજનારના  ભાઇ જીતેન્દ્રભાઇ દિનેશભાઇ ચાવડા રહે. રોહીદાસપરા, શેરી નં.૧, મોરબી વાળાએ રાજકોટ શહેર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી.કલમ-૩૦૬,૫૦૪,૧૧૪ હેઠળની ફરીયાદ નોંધાયેલ હતી. જેમાં મરણજનારના સાસુ નિર્મળાબેન પ્રવીણભાઇ સારેસા તથા પત્નિ શીતલબેન પ્રકાશભાઇ ચાવડાએ સેસન્સ કોર્ટ સમક્ષ આગોતરા જામીન અરજી દાખલ કરેલ હતી, જેમાં કોર્ટે સાસુ-નિર્મળાબેન તથા પત્નિ-શીતલબેનની આગોતરા જામીન મંજુર કરતો હુકમ ફરમાવેલ છે.

આ કામે સાસુ-નિર્મલાબેન તથા પત્નિ શીતલબેન વતી એડવોકેટ મુકેશ આર.કેશરીયા તથા અલ્પેશ પોંકીયા, રીતેશ ટોપીયા, તથા સંજયસિંહ જાડેજા તથા રાજેષ મંજુષા તથા યુવરાજસિંહ જાડેજા રોકાયેલ હતા.

(3:28 pm IST)