Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

શેરી રમતો વિસ્તારોઃ ઉમરાળા, સુપેડી, સામખિયારીમાં આયોજન

કાલે ભાવનગરના ઉમરાળામાં, તા.૭ના સુપેડી તા.૧૦ના સામખિયારીમાં આયોજનઃ નવરંગ કલબને ચોમેરથી આમંત્રણઃ રાજકોટમાં ત્રણ સ્થળોએ ૧૮૦૦ બાળકો ખેલ્યા

રાજકોટ તા. પ : નવરંગ કલબ દ્વારા શરૂ થયેલા શેરી રમત અભિયાનનો વ્યાપ વિસ્તર્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાંથી આમંત્રણો મળે છે. આગામી તા.૧૦ સુધીમાં ત્રણ ગામોમાં શેરી રમતોનું આયોજન થયું છે.

૪૬ યુગમાં વિદ્યાર્થીઓ મેદાનની રમતોથી દુર થઇ ગયેલ છે. આ રમતો બીલકુલ રમાતી જ નથી અત્યારે માત્ર મોબાઇલની રમતો રમાય છે. પાંચ વર્ષના બાળકો મોબાઇલમાંથી ઉંચા નથી આવતા તેના વાલીઓ મોબાઇલ આપી બાળકોને શાંત કરી પોતે નિરાતે પોતાનું રોજીંદુ કામ કરે છે. આમ જોઇએ તો બાળકોને મોબાઇલની ટેવ વાલીઓ પાડે છે.

અગાઉના જમાનામાં બાળકો કોઇપણ જાતના સાધનો વિના શેરીમાં વિવિ રમતો સંપીને રમતા. આવી શેરીઓની રમતથી બાળકોમાં સંઘભાવનાનો વધારો થતો અને બાળકો ખડતલ બનતા નાનપણથીજ હાર જીત પચાવતા શીખતા અને આવી બધી રમતોથી એકાગ્રતામાં વધારો થતો અને એકબીજા સારા મિત્રો બનતા. આત્મબળમાં વધારો થાય છે. મોબાઇલની લપમાંથી છુટકારો થાય છે.

આ યુગમાં વિદ્યાર્થીઓમાં વધુમાં વધુ ક્રિકેટ રમવાનું શોખ હોય છે તેથી બીજી શેરી રમતો અથવા તો મેદાનની રમતો ખુબ જ ઓછી રખાય છે. આવી ભુલાતી જતી બીન ખર્ચાળ શેરી રમતોને લોકભોગ્ય બનાવવા માટે આ રમતોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ રમતો નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ રમતો બાળકો જ રમશે, બાળકોએ ભગવાનનું રૂપ છે. આ બાળ ભગવાનને રીજવવા માટે અમો અમો કાલાવાલા કરવાના છીએ.

નીચે મુજબની રમતો રમાડવામાં આવશે.

૧. લંગડી, ર. ખો-ખો, ૩. નાગલ, ૪. દોરડાકુદ, પ. આંધડો પાટો, ૬. છુટદડો, ૭. લીંબુચમકી, ૮. કોથળાદોડ, ૯. સંગીતખુરશી, ૧૦. રેલગાડી, ૧૧. દોરડાખેંચ, ૧ર. ધમાલીયો ધોકો, ૧૩.બેકરેસ, ૧૪.કમાન્ડોબ્રીજ, ૧પ. ઘોડો-ઘોડો

તારીખ ૬/ર/ર૦૧૯ બુધવાર, સમયઃ બપોરે ૧૧ થી ર કલાકે

સ્થળઃ ધોળા જંકશન પ્રા.શાળા

તારીખ ૬/ર/ર૦૧૯ બુધવાર, સમયઃ બપોરે ૩ થી પ કલાકે

સ્થળઃ ઉમરાળા પ્રા.શાળા નં.૧

સહયોગી સંસ્થાઃ સત્ય પ્રેમ કરૂણાગ્રુપ,-ઉમરાળા, તથા તારીખ ૭/ર/ર૦૧૯ ગુરૂવાર, સમય બપોરે ૧૧ થી ર કલાકે

સ્થળઃ સુપેડી પ્રા.શાળા

સહયોગી સંસ્થાઃ સુપેડી પ્રા.શાળા તથા તારીખ ૧૦/ર/ર૦૧૯ રવિવાર, સમયઃ સવારે ૯ થી ૧ર કલાકે

સ્થળઃ ક્રિષ્નાનગર પ્રા.શાળા, આહિર વાસ, સામખીયારી-કચ્છ,

સહયોગી સંસ્થાઃ આહિર સમાજ, કાંઠા ચોવીસ, તા. ભચાઉ અને રમતો રમાશે વધારે વિગતો માટે વી.ડી.બાલા મો.૯૪ર૭પ ૩૬૮૯૮નો સંપર્ક થઇ શકે છે.

રાજકોટમાં ૧૮૦૦ બાળકોએ શેરી રમતની મોજ માણી

રાજકોટ તા.પઃ ગુજરાતમાં શેરી રમતો ફરીથી રમાતી થાય તેવા પ્રચંડ પ્રયત્નોના ભાગરૂપે વિવિધ સ્થળો પર શેરી રમતો રમાડવી.

તા. ૨૭-૧-૨૦૧૯ના રોજ જંકશન પ્લોટ રાજકોટ ખાતે નળીયાવાળા કવાર્ટરના મેદાનમાં ૪૦૦ બાળકોએ શેરી રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો. આ રમતો જંકશન પ્લોટ કો.ઓ. હાઉસીંગ સોસાયટીની સહયોગથી રમાડેલ. જેમાં સોસાયટીના મેમ્બરોએ બાળકોની શેરી રમતો રમાડવામાં પૂર્ણ સહયોગ આપેલ. અને બાળકોને વ્યવસ્થા આ સંસ્થા તરફથી કરવામાં આવી. અને દર રવિવારે આ સંસ્થાના સભ્યો બાળકોને શેરી રમતો આ મેદાન પર રમાડી રમતોને જીવંત રાખવાના પ્રયત્નો કરશે. તા. ૩૧-૧-૨૦૧૯ના રોજ શ્રી માં સંતોષી પ્રા.શાળા નં. ૯૮ના સહયોગથી શેરી રમતોનંું આયોજન સવારે ૯ થી ૧૨ સુધી કરેલ. જેમાં ૮૦૦ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો. શેરી રમતોને પ્રોત્સાહન આપવા માટે શ્રી આદરણીય નરેન્દ્રસિંહ ઠાકુર ચેરમેન શ્રી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ આવેલ. તેઓએ બાળકોને પ્રોત્સાહન પુરૂ પાડવા માટે તેની સાથે રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો અને જણાવેલું કે બાળકોને ખડતલ બનાવવા માટે અને મોબાઇલ માંથી દૂર કાઢવા માટેના આ શેરી રમતના પ્રયત્નોને હું ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. શિક્ષક મિત્રો તરફથી બોરનો ભરપુર નાસ્તો બાળકોને આપેલ. આ કાર્યક્રમ વખતે રાજકોટની જાણીતી લાઇફ સંસ્થાના બે અધિકારીઓ શેરી રમતોને પ્રોત્સાહન આપવા માટે ઉપસ્થિત રહેલ તેઓએ આવી રમતોને દરેક ગામ સુધી પહોંચાડવા માટે અમારી સંસ્થા તમોને સહયોગ આપશે તેવું જણાવેલ.

તા. ૩-૨-૨૦૧૯ રવિવારકોઝી કોર્ટ યાર્ડ (નાના મોવા મેઇન રોડ) રહેવાસીઓએ પોતાના વિસ્તારમાં શેરી રમતોનું આયોજન કરવામાં સહકાર આપેલ. ૪૦૦ બાળકોએ ભાગ લીધો. આ બધી રમતોમાં અશોકભાઇ કુંભાર પોતાનો ચાકડો લાવી ચાકડા પર માટીના રમકડા કેવી રીતે બનાવી શકાય તે પ્રત્યક્ષ રીતે બતાવેલ અને બાળકોને રમકડા બનાવવામાં સહભાગી બનાવેલ. લોકો અને બાળકોને શેરી રમતો રમવી ખુબ જ ગમી. વધારે વિગતો માટે.

વી.ડી. બાલા

મો. ૯૪૨૭૫ ૬૩૮૯૮નો સંપર્કથઇ શકે છે.

(3:27 pm IST)