Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

ચાર વોર્ડમાં ૩૨-પ૮ કરોડના ખર્ચે ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરઃ મંત્રી જયેશ રાદડીયાના હસ્તે ખાતમુર્હુત

રાજકોટઃ વોર્ડ નં.૦૧, ૧૫ અને ૦૪માં ડ્રેનેજની મુખ્ય લાઈન મેનહોલ તથા કનેકશન ચેમ્બર બનાવવાનું તથા વોર્ડ નં.૧૧ ટી.પી. સ્કીમ નં.૨૬-૨૭ મવડી એરિયામાં સ્ટ્રોમ વોટર, ડ્રેઈન નેટવર્ક કરવાના કામનું ખાતમુહુર્ત રાજયના અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતો વિભાગના મંત્રી જયેશભાઈ રાદડિયાના હસ્તે કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને મેયર બીનાબેન આચાર્ય ઉપસ્થિત રહેલ. આ પ્રસંગે પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, રાજકોટ શહેર ભાજપ મહામંત્રીશ્રી દેવાંગભાઈ માંકડ, દંડક શાસક પક્ષ અજયભાઈ પરમાર,  પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, ડ્રેનેજ સમિતિ જયોત્સનાબેન ટીલાળા, કોર્પોરેટર વોર્ડ નં.૦૧ દેવરાજભાઈ મકવાણા, અંજનાબેન મોરજરીયા, દુર્ગાબા જાડેજા, કોર્પોરેટર વોર્ડ નં.૦૪ પરેશભાઈ પીપળીયા, કોર્પોરેટરશ્રી અશ્વિનભાઈ ભોરણીયા, રૂપાબેન શીલુ, ડો.દર્શીતાબેન શાહ, શિલ્પાબેન જાવિયા, પ્રમુખ વોર્ડ નં.૦૧ ભાજપ રસિકભાઈ બદ્રકીયા, મહામંત્રી કાનજીભાઈ ખાણધાર, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ અગ્રણીઓ રાજકોટ શહેર ભાજપ મંત્રી વિક્રમભાઈ પૂજારા, , રજનીભાઈ ગોલ, લલીતભાઈ વાડોલીયા રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરશ્રી જાડેજા સાહેબ, સીટી એન્જીનીયર દોઢિયા વિગેરે ઉપસ્થિત રહેલ.મંત્રી જયેશભાઈ રાદડિયાએ આ તકે જણાવેલ કે, વોર્ડ નં.૦૧, ૧૫ અને ૦૪માં ડ્રેનેજના મહત્વપૂર્ણ કામો થવાના છે. આ વિસ્તાર અગાઉ નગરપાલિકા હસ્તક હતો. અને વીસ વર્ષમાં રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકો દ્વારા તમામ માળખાકીય સુવિધાઓ આપવામાં આવે છે. આ કાર્યક્રમમાં સૌ પ્રથમ ઉપસ્થિત સૌ મંચ પરના મહાનુભાવોનું બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા તથા ડ્રેનેજ સમિતિ ચેરમેન જયોત્સનાબેન ટીલાળા દ્વારા પુસ્તકથી સ્વાગત કરવામાં આવેલ. આ અવસરે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરતા જણાવેલ કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં માળખાકીય સુવિધા આપવા કટીબદ્ઘ છે. અને શહેરમાં લોકોની પ્રાથમિક સુવિધા માટે ખૂબ સક્રિય છે. કાર્યક્રમના અંતે ડ્રેનેજ કમિટી ચેરમેન જયોત્સનાબેન ટીલાળાએ આભારવિધિ પ્રગટ કરેલ.

(3:25 pm IST)