Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

પૂજા પરમાર દ્વારા ગાંધીજીને સૂરીલી અંજલી

મહાત્‍માજીના જીવન પર સિરીયલ નિર્માણ કરનાર પરમાર પરિવાર પ્રવાસેથી પરત

રાજકોટ તા.પ : મહાત્‍મા ગાંધીજી પર સિરીયલ નિર્માણ કરનાર રાજકોટના પરમાર પરિવારના પૂજાબેન તથા હસમુખભાઇ પરમારે ૩૦મીએ ગાંધીજીને સુરીલી અંજલી આપી હતી.

પૂજા કહે છે કે પ.પૂ.આ.ભ. યશોવિજયજી મ.સા. અને પ.પૂ.આ.શ્રી વિ.કુલચંદ્રસુરીશ્વરજી (કે.સી.) મ.સા.ના આર્શીવાદ અને પ્રેરણાથી અમે નજીકના સમયમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીજીને મળી શકીશુ. મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના આર્શીવાદ મેળવવાના બાકી છે એ પછી આ દેશવ્‍યાપી કાર્ય ઘણુ વિખ્‍યાત થઇ જશે અને ગાંધી દર્શન ટીવી સીરીયલ લોકો સામે ટુંક સમયમાં આવી જશે.

મુંબઇ સીપીટેક રોડ' હસમુખભાઇ પરમાર પુત્રી પુજાબેન પરમાર, ગુજરાતના પ્રખ્‍યાત કવિદાદ ઇસરદાસજી'ના વંશના ૧૪મી પેઢીના પુત્ર કવિશ્રી ચતુરદાન દેવીદાન ગઢવી અમે મુંબઇ પહોંચ્‍યા. ગાંધી દર્શન ટીવી સીરીયલના ભાવી શહીદ ભગતસિંહનો રોલ ભજવનાર નિકુલ વજશીભાઇ કંડોરીયા મુંબઇ સેન્‍ટ્રલથી અમારી સાથે જોડાયા. અમો મુંમ્‍બાદેવી માતાજી (જેના પરથી મુંબઇ પડેલ)ના દર્શન કરવા પહોંચ્‍યા. રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજી તેમજ તેમના આધ્‍યાત્‍મિક ગુરૂ' પરમ કૃપાળુદેવ શ્રીમદ્દ રાજચંદ્ર ભગવાનની ઓફિસ હાલમાં દર્શનાર્થે ખુલ્લી રાખવામાં આવી છે. અમોએ દર્શન લાભ લીધો. બાજુમાં ધોબી તળાવ મેટ્રો સિનેમાની સામે રામજી કાવસજી' હોલ આવેલ છે ત્‍યાં ગાંધીજી તેમજ પ્રભુશ્રી શ્રીમદ્દ રાજચંદ્ર ભગવાનની પહેલી મુલાકાત શતાવધાની કાર્યક્રમમાં થયેલી.

ત્‍યાંથી રાષ્‍ટ્રસંતશ્રી તૂકડોજી મહારાજએ આશ્રમ સ્‍થાપેલ ત્‍યાં રોકાના અને ભુકડોજી મહારાજજીના ગામ (યાવલી) શહીદ યાવલી પહોંચ્‍યા. આ ગામના આઠ ક્રાંતિકારી શહીદ થયેલા. ભૂકડોજી મહારાજના ગુરૂ મહારાજ (તીવસા) તાલુકાના વરખેડ' ગામે તૂકડોજી મહારાજના ગુરૂજી વંદનીય આડકૂજી મહારાજના આશ્રમના દર્શન કર્યા હતા.

પૂજા તથા હસુભાઇએ ર૬-૧૦-ર૦૧૮ મોઝરીમાં ધ્‍વજવંદન કર્યા અને કાર્યક્રમ નિહાળીયો. વર્ષમાં ફકત એક વાર જ બોલાતી ગાંધીજીની તીથી ૩૦ જાન્‍યુઆરી પર બોલાતી શ્રદ્ધાંજલી પૂજાબેન પરમાર તથા મયુરભાઇ પરમાર દ્વારા બનાવેલ. શ્રદ્ધાંજલીની તર્જની ધુન સ્‍વર-પુજાબેન પરમાર તેમજ સહાયક સંગીતકાર શ્રી સાગરભાઇ અને તબલા વાદક શ્રી રામભાઇ દ્વારા શ્રદ્ધાંજલી તર્જ વિડીયો રેકોર્ડીંગ થયેલ.દિલ્‍હીમાં પૂજા તથા હસમુખભાઇએ રાજઘાટ, પીએમોની મુલાકાત લીધી હતી. ૩૦ જાન્‍યુઆરીએ વડાપ્રધાન, ઉપરાષ્‍ટ્રપતિ સહિતના દિગ્‍ગજોની ઉપસ્‍થિતિમાં શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. ગાંધી સીરીયલમાં મદદરૂપ થવા ઇચ્‍છતા લોકો મો.૯૬૨૪૪-૧૨૧૮૯ પ/૯૭૧૪૮-૮૮૮૫૨ નંબર પર સંપર્ક કરી શકે છે.

(5:32 pm IST)