Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

મન્‍છાનગર હુડકો કવાર્ટરમાં બંધ મકાનમાં જુગાર રમતા ૭ પકડાયા

કવાર્ટર માલીક નવનીત, તથા રક્ષીત, રાજેશ, કીશન, શાંતુ, જસવંત,અને અજયની ધરપકડ

રાજકોટ તા. પ : માર્કેટ યાર્ડ પાસે મચ્‍છાનગર હુડકો કવાર્ટરમાં બી ડીવીઝન પોલીસે બાતમીના આધારે બંધ મકાનમાં દરોડો પાડી જુગાર રમતા સાત શખ્‍સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ બી ડીવીઝન પોલીસ મથકના પી.આઇ.આર.એસ.ઠાકરના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. આર.એસ.સાકળીયા, નિશાંતભાઇ પરમાર, મુકેશભાઇ મંઢ, મહેશભાઇ ચાવડા સહિત પેટ્રોલીગમાં હતા ત્‍યારે  નિશાંતભાઇ, મહેશભાઇ મંઢ અને મહેશભાઇ ચાવડાએ બાતમી આધારે માર્કેટ યાર્ડ પાસે મન્‍છાનગર હુડકો કવાટર્સમાં કવાર્ટર નં.ઇ/૧/૬૯૦માં દરોડો પાડી કવાર્ટર માલીક નવનીત ભાઇચંદભાઇ રાજવીર (ઉ.૬૪) (રહે. ગુંદાવાડી-૧૧), સીંધી કોલોની મેઇન રોડ પરનો રક્ષીત મુલચંદભાઇ કોયલાણી (ઉ.૩૯) માર્કેટયાર્ડ હુડકો કવાર્ટરનો રાજેશ શભુરાભાઇ કકકડ (ઉ.૪૪), સ્‍ટર્લીંગ હોસ્‍પીટલ પાછળ દર સિધ્‍ધી સોસાયટીનો કીશન નીતીનભાઇ (ઉ.૩પ), સત્તાધાર પાર્કનો શાંતુ રાઘુભાઇ લકમરીયા (ઉ.પપ), જામકંડોરણાના ગુંદાગામનો જસવંત ચુનીભાઇ ગોસાઇ (ઉ.૪૭) સ્‍ટર્લીંગ પાછળ શીવમ પાર્ક-રનો અજય નવીનતભાઇ દેવ (ઉ.૪૪)ને જુગાર રમતા પકડી લઇ રૂા.ર૬પપ૦ ની રોકડ સહિતની મતા કબજે કરી કાર્યવાહી કરી હતી.

 

(4:40 pm IST)