Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

સિલ્વર હાઇટસમાં બેંકના નિવૃત મેનેજર અશોકસિંહ રેવરનો ઝેરી દવા પી આપઘાત

રજપૂત વૃદ્ધ ઘણા સમયથી ડીપ્રેશનમાં રહેતા હતા

રાજકોટ, તા. પ : કાલાવડ રોડ ક્રિસ્ટલ મોલની પાછળ સિલ્વર હાઇટસમાં રહેતા બેંકના નિવૃત મેનેજરે ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ ક્રિસ્ટલ મોલની પાછળ આવેલ સિલ્વર હાઇટસ બ્લોક નં. ૩૦૧માં રહેતા સેન્ટલ બેંકના નિવૃત મેનેજર અશોકસિંહ વિજયસિંહ રેવર (ઉ.વ.૬ર) એ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા બેભાન થઇ જતા તેને બેભાન હાલતમાં સારવાર માટે વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડાયા હતાં ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ અજયસિંહ ચુડાસમા સીહતે તપાસ આદરી હતી, મૃતક અશોકસિંહ બેભાઇ એક બહેનમાં નાના હતા તે ઘણા સમયથી માનસિક તનાવમાં રહેતા હતા તેણે કયાં કારણોસર આ પગલુ ભર્યું તે અંગેનું કારણ જાણવા પોલીસે તપાસ આદરી છે. બે પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

(4:26 pm IST)