Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રી અને રાજકોટ ટેક્ષ કન્‍સલટન્‍ટ સોસાયટીના સંયુકત ઉપક્રમે કેન્‍દ્રીય અંદાજપત્ર ર૦૧૮-૧૯ ઉપર અગ્રગણ્‍ય કરવેરા સલાહકાર મુકેશભાઇ પટેલ દ્વારા વિશ્‍લેષણ

રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રી તથા ટેક્ષ કન્‍સલટન્‍ટ સોસાયટીના સંયુકત ઉપક્રમે તા. ૪-ર-૧૮ ને રવિવારના રોજ હેમુગઢવી હોલ ખાતે કેન્‍દ્રીય અંદાજપત્ર ર૦૧૮-૧૯ અંગે ગુજરાતના જાણીતા કરવેરા સલાહકાર  મુકેશભાઇ પટેલનું વ્‍યકતત્‍વય યોજેલ. જેમાં મુકેશભાઇએ વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત લોકોને પોતાના આગવી શૈલીમાં અંદાજપત્રની છણાવટ કરી હતી અને તમામ શ્રોતાઓને મગ્નમુધ કરી દીધા હતાં. બજેટનું વિશ્‍લેષણ કરતા તેઓ જણાવેલ કે આનાથી જી.ડી.પી. ગ્રોથ વધશે તેમજ આ બજેટથી ગામડાઓ અને ખેડૂતો સદ્ધર થશે જેથી દેશના અર્થતંત્રમાં જરૂર બદલાવ આવશે. સીનીયર સીટીઝનો માટે નાણામંત્રીએ ભરપૂર લાભ આપેલ છે. તેમજ ટેકસમાં કોઇ રાહત ન આપતા પ્રથમ વખત આવું બનેલ છે. સાથોસાથે રપ૦ કરોડના ટર્ન ઓવર સુધીની કોર્પોરેટ કંપનીઓએ ટેક્ષમાં પ%નો ફાયદો થતા મોટાભાગની કંપનીઓને આવરી લેવાયેલ છે જે સારી નિશાની કહી શકાય. લોંગ ટર્મ કેપીટલ ગેઇન ટેક્ષથી શેરબજાર ઉપર વિપરીત અસર કરી શકે પણ લાંબાગાળે ફાયદાકારક નિવડી શકે. અંતમાં પ્રશ્નોતરી રાખવામાં આવેલ જેમાં શ્રોતાઓ દ્વારા પૂછાયેલ પ્રશ્નોના  મુકેશભાઇએ સુંદર રીતે જવાબો આપી પ્રશ્નોને સમજાવવા પ્રયત્‍નો કરેલ હતા. કાર્યક્રમની સ્‍વાગત પ્રવચન ચેમ્‍બરના માનદ્‌મંત્રી વી.પી. વૈષ્‍ણવએ કરી હતી. ત્‍યારબાદ ચેમ્‍બરના પ્રમુખ શિવલાલ બારસીયાએ તથા રાજકોટ ટેક્ષ કન્‍સલટન્‍ટ સોસાયટીના પ્રમુખ રણજીતભઇ લાલચંદાણીએ મુકેશભાઇ પટેલનું પુષ્‍પગુચ્‍છથી સ્‍વાગત કરેલ તથા પ્રાસંગિક ઉદ્‌બોધન પણ કરેલ. અંતમાં આભારવિધિ રાજકોટ ચેમ્‍બરના ટેક્ષેશન કમીટીના ચેરમેનશ્રી અરૂણભાઇ મશરૂએ કરેલ. તથા કાર્યક્રમનું સંચાલન ચેમ્‍બરના ઉપપ્રમુખશ્રી પાર્થભાઇ ગણાત્રાએ કરેલ. તેમ રાજકોટ ચેમ્‍બરના પ્રમુખશ્રી શિવલાલ બારસીયા તથા માનદ્‌ મંત્રીશ્રી વી.પી. વેૈષ્‍ણવએ યાદીમાં જણાવેલ છે.

(4:26 pm IST)