Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

મેડીકલ મેરેથોન

બે વર્ષમાં ૨૦ લાખ ફોગીંગઃ ૧૭૧ ફુડ ચેકીંગઃ ૨.૮૫ લાખ બાળકોની તપાસ

રાજકોટનું આરોગ્‍ય ટનાટન રાખવા મનિષ રાડિયાના તનતોડ પ્રયાસો

રાજકોટ તા. ૫ : મ્‍યુ. કોર્પોરેશનની આરોગ્‍ય સમિતિના ચેરમેન અને વોર્ડ નં. ૨ના કોર્પોરેટર મનીષ રાડિયાએ છેલ્લા બે વર્ષના તેઓના કાર્યકાળનાં વિસ્‍તૃત અહેવાલમાં રાજકોટ કોર્પોરેશન દ્વારા મચ્‍છર નાબુદી માટે થયેલ ફોગીંગ, ખાદ્ય પદાર્થોનું ચેકીંગ અને બાળકોનું નિદાન - સારવાર, સરકારી સ્‍વાસ્‍થ્‍ય યોજનાઓ સહિતની કામગીરીની માહિતી રજૂ કરી છે જે આ મુજબ છે.

૧૯/૧૨/૧૫થી આરોગ્‍ય સમિતિના ચેરમેનનો કાર્યભાર સંભાળનાર મનીષભાઇએ જણાવ્‍યું છે કે, ગુણવત્તાસભર આરોગ્‍ય સેવાઓ માટે હું સનિષ્‍ઠ પ્રયાસો કરીશ. આરોગ્‍ય કેન્‍દ્રોની વર્ષ દરમ્‍યાન સતત મુલાકાતો લેવામાં આવી તથા દર્દીઓ પાસેથી અભિપ્રાયો લઈ હકારાત્‍મક સુધારાઓ માટે સફળ પ્રયાસો કરવામાં આવ્‍યા. ઉપરાંત શહેરના તમામ ૧૮ વોર્ડમાં ૨૧ આરોગ્‍ય કેન્‍દ્રો દ્વારા આરોગ્‍ય સેવાઓ આપવામાં આવી. જેમાં વર્ષ દરમ્‍યાન ૭ લાખ કરતા વધુ દર્દીઓને નિદાન તથા સારવાર, ૩ લાખ કરતા વધુ લેબોરેટરી તપાસ, ,૧૦,૦૦૦ કરતા વધુ દર્દીઓને સ્‍પેશ્‍યાલીસ્‍ટ ડોકટર (ષાી રોગ તથા બાળ રોગ)ની સેવાઓ, માતા તથા બાળકોને જુદી જુદી રસીકરણ સેવાઓ, એન્‍ટી રેબીસ વેક્‍સીનેશનનો ૧૭૭૭ જેટલા દર્દીઓને લાભ આપવામાં આવ્‍યો. ક્‍વોલીફાઈડ લેબોરેટરી ટેકનીશીયન દ્વારા જુદી જુદી ૧૭ જેટલી લેબોરેટરી તપાસ વિનામૂલ્‍યે કરવામાં આવે છે. વર્ષમાં ૧૧ હજાર કરતા પણ વધુ રસીકરણ સેશનનું આયોજન કરવામાં આવેલ છે. ભારત સરકારશ્રીના સંપૂર્ણ રસીકરણ અભિયાનના ભાગરૂપે કોઈપણ કારણસર રસીકરણથી વંચિત રહી ગયેલા માતા તથા બાળકોને રસીકરણ કરવા માટે ખાસ મિશન ઈન્‍દ્રધનુષ' પ્રોગ્રામ શરુ કરવામાં આવેલ છે. જેમાં આરોગ્‍ય સમિતિ ચેરમેનશ્રી દ્વારા જુદા જુદા રસીકરણ સેશનની મુલાકાત લઈ સઘન અમલવારી શરૂ કરાવેલ છે.

 રોગ અટકાયત કામગીરી

* મચ્‍છરજન્‍ય રોગઅટકાયત કામગીરી - બાયોલોજીકલ કંટ્રોલ કામગીરી

* પોરાનાશક કામગીરી અંતર્ગત આવરી લીધેલ ઘરો - ૨૦,૯૪,૧૨૦, ફોગીંગ કરેલ ઘરોની સંખ્‍યા- ૧,૪૧,૭૭૭, મચ્‍છર ઉત્‍પતિ સબબ વસુલ કરેલ વહીવટી ચાર્જ- ૩,૨૧,૯૦૦, માછલી મુકેલ ઘરની સંખ્‍યા- ૭૩૫૯

* આજીનદીમાંથી ગાંડી વેલ કાઢવાની કામગીરી

* રોગચાળાને અનુલક્ષીને શહેરી મેલેરિયા યોજના તમામ સ્‍ટાફની આરોગ્‍ય સમિતી ચેરમેનશ્રીના અઘ્‍યક્ષ સ્‍થાને જુદી જુદી મીટીંગ યોજી હાઇરિસ્‍ક વોર્ડમાં સદ્યન કામગીરી કરાવવામાં આવેલ છે.

* મેલેરિયા મુક્‍ત ગુજરાત -૨૦૨૨ અભિયાન અંતર્ગત સદ્યન કામગીરી શરુ કરાવવામાં આવી.

* પી.ડી.યુ. ગર્વમેન્‍ટ હોસ્‍પિટલમાં સઘન વાહક નિયંત્રણની કામગીરી

ચોમાસની ઋતુ અન્‍વયે પી.ડી.યુ. ગર્વમેન્‍ટ હોસ્‍પિટલમાં રોગીઓની સંખ્‍યામાં નોંધાયેલ વધારાને કારણે અન્‍ય લોકોમાં ચે૫ ફેલાઇ નહીં તે હેતુ થી પી.ડી.યુ. ગર્વમેન્‍ટ હોસ્‍પિટલમાં તા.૧૯/૮/૨૦૧૭ સઘન પોરાનાશક અને પુખ્‍ત મચ્‍છરનાશક કામગીરી કરવામાં આવેલ. જેમાં પોરાનાશક કામગીરી હેઠળ તપાસેલ પાત્રો-૫૫૦, ફોગીંગ કરેલ પ્રિમાઇસીસ / રૂમોની સંખ્‍યા-૪૬૮, દવા છંટકાવ કરેલ ખાડાની સંખ્‍યા-૮૯, એબેટ વ૫રાશ-૭૯, MLO વ૫રાશ-૫૧.

ખોરાકજન્‍ય રોગ  અટકાયત કામગીરી

* શહેરના નાગરિકોને આરોગ્‍યપ્રદ ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે સતત જાગૃત રહી અવિરતપણે જુદા જુદા પ્રયાસો કરવામાં આવ્‍યા.

* જેમાં સઘન ચેકીંગ કરી ચીકી, ખાદ્યતેલ, મીઠાઈ, શુધ્‍ધ ઘી, દૂધ, મુખવાસ, વગેરે સહિતના શંકાસ્‍પદ જણાતા ખાદ્ય પદાર્થોના નમૂના લીધેલ છે. તેમજ ચેકીંગ દરમ્‍યાન મળી આવતા વાસી, અખાદ્ય, બિનાઆરોગ્‍યપ્રદ સ્‍થિતિમાં સ્‍ટોર કરેલ પેરીશેબલ ખાદ્ય પદાર્થો, એકસપાયરી થયેલ જથ્‍થાનું વેચાણ અટકાવવા સ્‍થળ ઉપર નાશ કરવામાં આવેલ.

* આ માટે થઈને ફુડ વિભાગ દ્વારા ચાલુ વર્ષમાં કુલ ૧૭૧ નમૂનાઓ લઈ લેબોરેટરીમાં પૃથ્‍થકરણ માટે મોકલેલ છે.  જે પૈકી ૧૫૩ નમુનાઓના પરિણામ આવેલ છે.  જેમાં કુલ ૩૧ નમુનાઓ નાપાસ જાહેર થયેલ છે. જેમાં ૦૨ નમુના અનસેફ જાહેર થતા, જવાબદારો સામે ફોજદારી કેસ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે  તથા ર૭ નમુનાઓ સબ સ્‍ટાન્‍ડર્ડ તથા મીસબ્રાન્‍ડ' જાહેર થતા દંડનીય કાર્યાવાહી હાથ ધરાયેલ છે. ઉપરોક્‍તત નમૂના પૈકી અનસેફ જાહેર થયેલ નમૂનાના જવાબદારો સામે પ્રોસીક્‍તયુશન કાર્યવાહી શરૂ કરેલ છે.

* ચાલુ વર્ષ દરમ્‍યાન એજયુડીકેશનમાં ૨૬-કેસ ચાલી જતા રૂા.૭,૩૦,૪૦૦/- જેટલો દંડ કરવામાં આવેલ છે.  તેમજ અન્‍ય કેસમાં કાર્યવાહી ચાલુ છે.

* જુદી-જુદી ઝુંબેશ દરમ્‍યાન સઘન ચેકીંગ કરી મીઠાઈ, ફરસાણ, કેક-બેકરી પ્રોડકટસ, ચીકી, ખાદ્યતેલો, શુધ્‍ધ ઘી, દૂધ, મુખવાસ, વગેરે સહિતના શંકાસ્‍પદ જણાતા ખાદ્યપદાર્થોના નમૂના લીધેલ છે. તેમજ ચેકીંગ દરમ્‍યાન મળી આવતા વાસી, અખાદ્ય, બિનાઆરોગ્‍યપ્રદ સ્‍થિતિમાં સ્‍ટોર કરેલ પેરીશેબલ ખાદ્યપદાર્થો, એકસપાયરી થયેલ જથ્‍થાનું વેચાણ અટકાવવા સ્‍થળ ઉપર નાશ કરાવવામાં આવેલ છે, જેમાં ચીકીનો આશરે ૧૦૪૦ કી. તથા મીઠાઈના આશરે ૧૧પ૦ કી. જથ્‍થાનો સમાવેશ થાય છે.

* શહેરમાં ખુબ મોટા પાયે ખવાતી પાણીપુરી અંગે તેના મોટા ઉત્‍પાદકોને ત્‍યા સદ્યન ચેકીંગ કરવામાં આવેલ.  જેમાં પુરી, તેનુ પાણી, સડેલા બટેટા, બટેટાનો તૈયાર મસાલો, દાઝીયુ તેલ, રગડો વિગેરેનો આશરે ૧૧રપ કીલો જથ્‍થાનો  વાસી/ કલરવાળુ/ અખાદ્ય જણાતા નાશ કરેલ છે.  તથા વેફર્સ ના ઉત્‍પાદકોને ત્‍યા ચેકીંગ દરમ્‍યાન મળેલ અખાદ્ય વેફર્સ, બટેટા, દાઝીયુ તેલ, વિગેરેનો આશરે ૧રપપ કી. જથ્‍થાનો નાશ કરેલ.

* ઉનાળાની સીઝનમાં કેરી તથા અન્‍ય ફ્રુટના વેપારીઓને ત્‍યા સઘન ચકાસણી ઝૂંબેશ હાથ ધરી કાર્બાઈડ તથા અમાન્‍ય અન્‍ય કેમીકલથી ફ્રુટ પકાવવાનુ જોવા મળતા આશરે ર૧,૭ર૦ કી. જેટલો કેરી, ચીકુ વિ. ફ્રુટ તથા પ૭ કી. જેટલો કાર્બાઇડ - રાઈપનર નો માનવ આરોગ્‍ય માટે હાનીકારક જણાતા નાશ કરેલ છે.  કેરીના રસના ઉત્‍પાદકોને ત્‍યાંથી આશરે ૧૩૭૦ કી. રસ કલરવાળો/વાસી - અખાધ જણાતા નાશ કરેલ.

* ફૂડ વિભાગ દ્વારા સોલીડ વેસ્‍ટ ડીપાર્ટમેન્‍ટ સાથે ફુડ શાખાની સંયુકત કામગીરી અંતર્ગત પ્‍લાસ્‍ટીક ચેકીંગ ઝૂંબેશ દરમ્‍યાન ર૯૦ જેટલા સ્‍થળોએ ચેકીંગમાં સાથે રહીને રૂા.૯૪,૦૦૦ જેટલા દંડની વસુલાત, ર૩૩ કી. અમાન્‍ય પ્‍લાસ્‍ટીક, ૧૮૦૦૦ જેટલા પ્‍લાસ્‍ટીક કપ જપ્ત કરાવવામાં આવેલ.

* લોકમેળા-ર૦૧૭ અંતર્ગત કુલ રૂા.૧૧૯૦૦ની વસુલાત કરી ટેમ્‍પરરી ફૂડ લાયસન્‍સ - રજીસ્‍ટ્રેશનની ફી વસુલાત કરવામાં આવેલ. લોકમેળાની અંદર તથા આસપાસ તેમજ અન્‍ય ખાનગી મેળામાં વેચાતા ખાદ્યપદાર્થોના ધંધાર્થીઓનું રાઉન્‍ડ-ધ-કલોક સઘન ચેકીંગ હાથ ધરી વાસી-બિનઆરોગ્‍યપ્ર સ્‍થિતિમાં મળેલ આશરે પ૮૦૦ કી. ખાદ્યપદાર્થોનો તથા ૧૭૦૦૦ પાણીના પાઉચનો નાશ કરેલ. આ ઝુંબેશ દરમ્‍યાન મીડીયામાં પ્રસાર કરી લોકોને જાગૃત કરવામાં આવેલ.

* સરકારશ્રીની વખતોવખતની સૂચના અનુસાર કવોલીટી સરવે માટેની વિવિધ ઝુંબેશ અંર્તગત જુદા-જુદા ખાદ્યપદાર્થોના કુલ-૧૩૪ સર્વેલન્‍સના નમૂના લઈ તેનું રીપોર્ટીંગ કરવામાં આવેલ છે. તથા શહેરમાં દુધ તથા તેની બનાવટોના ૯૦ જેટલા નમુનાઓ લઈ ચકાસણી કરાવેલ છે.

* રાજકોટમાં ખાદ્યચીજોના દરેક પ્રકારના ફૂડ બિઝનેશ ઓપરેટર્સ ફૂડ સેફટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ એકટ-ર૦૦૬ અન્‍વયેનું ફુડ લાયસન્‍સ - રજીસ્‍ટ્રેશન મેળવે તે માટેનુ જરૂરી માર્ગદર્શન આપી ચાલુ વર્ષ દરમ્‍યાન ફૂડ વિભાગ દ્વારા કુલ- ર૪૮નવા ફુડ લાયસન્‍સ તથા ૯૭૯ નવા ફુડ રજીસ્‍ટ્રેશન આપેલ છે.

સ્‍વતંત્રા પર્વ, પ્રજાસત્તાક દિન તથા રા.મ.ન.પા. સ્‍થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે જુદા જુદા સ્‍લમ વિસ્‍તારોમાં આરોગ્‍ય કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું. જેમાં ૫,૪૨૯ દર્દીઓને લાભ આપવામાં આવ્‍યો.

શાળા આરોગ્‍ય કાર્યક્રમનું સફળ અમલીકરણ કરવામાં આવેલ. જેમાં કુલ ૧૦૫૪ શાળા/આંગણવાડીના ૨,૮૫,૧૦૬ બાળકોની તપાસણી કરવામાં આવેલ.

બે મોબાઈલ ડિસ્‍પેન્‍સરી દ્વારા ૫૧,૨૬૮ લાભાર્થીઓને સારવાર આપવામાં આવેલ.

મુખ્‍યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત માં વાત્‍સલ્‍ય કાર્ડના તથા માં યોજનાના ૧,૪૦,૦૦૦ કરતા વધુ લાભાર્થીઓને સ્‍માર્ટ કાર્ડ આપવામાં આવ્‍યા.

રાષ્ટ્રીય સ્‍વાસ્‍થ્‍ય બીમાં યોજનાના કાર્ડનો ૩૯,૦૦૦ કરતા વધુ બી.પી.એલ. લાભાર્થીઓને લાભ આપવામાં આવ્‍યો.

આંગણવાડી કાર્યકરોને મા વાત્‍સલ્‍ય કાર્ડ વિતરણ કરવા માટે ખાસ વ્‍યવસ્‍થા કરવામાં આવી.

બાળકોમાંથી કુપોષણ નાબુદી અભિયાન અંતર્ગત બાળકોમાંથી કુપોષણ નાબુદી માટે સ્‍વ. શ્રી ચંપકભાઈ વોરા આરોગ્‍ય કેન્‍દ્ર, ભાવનગર રોડ તથા નારાયણનગર આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે ખાસ બાળ કુપોષણ સારવાર કેન્‍દ્રની સ્‍થાપના કરવામાં આવી.

બાળકોમાં પોષણ પ્રત્‍યે જાગૃતિ આવે તે માટે બાળ તંદુરસ્‍તી હરીફાઈનું આયોજન કરવામાં આવ્‍યું.

હોસ્‍પિટલો તથા સ્‍મશાનોને આર્થિક સહાય

* સત્‍યસાઈ હાર્ટ હોસ્‍પિટલને રૂ. ૫૦,૦૦,૦૦૦ ની આર્થિક સહાય, કેન્‍સર હોસ્‍પિટલને રૂ. ૧૦,૦૦,૦૦૦ ની આર્થિક સહાય, બી.ટી. સવાણી હોસ્‍પિટલને રૂ. ૧૦,૦૦,૦૦૦ની આર્થિક સહાય, રણછોડદાસ આંખોની હોસ્‍પિટલને રૂ. ૩૦,૦૦,૦૦૦ની આર્થિક સહાય, થેલેસેમીયા-ડાયાબિટીસની સારવાર માટે રૂ. ૧૦,૦૦,૦૦૦ ની આર્થિક સહાય, ૧૭ જેટલા સમશાન ગૃહોને કુલ ૪૦ લાખ કરતા વધુ રકમની આર્થિક સહાય

* વિશ્વ એઇડ્‍સ દિવસની ઉજવણી કરવામાં આવી.

* જાહેર જનતામાં અવેરનેશ (જન જાગૃતિ) આવે તે માટે સઘન પ્રચાર પ્રસારના જુદા જુદા માધ્‍યમો જેવા કે ફેસબુક, ટવીટર, વોટસએ૫, ન્‍યુઝ ચેનલ, એફ. એમ. રેડિયો, વેબસાઇટ, યુટયુબ, હોર્ડિંગ, પોસ્‍ટર સ્‍ટીકર, પેમ્‍પલેટ, બેનર, શાળા - કોલેજ માં લેકચર, મીટીંગ વગેરે દ્વારા પ્રસાર પ્રચાર કરવામાં આવેલ.

*  કેન્‍સર, એઇડ્‍સ, ટી.બી.ના દર્દીઓને આર્થિક સહાય આપવાની શરૂઆત કરવામાં આવી. જેમાં કુલ ૯૫૧ જેટલા કેન્‍સર,એઇડ્‍સ, ટી.બી.ના દર્દીઓને રૂ. ૩૬.૫૦ લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવી.

મ્‍યુ. કોર્પોરેશનને મળેલી સિધ્‍ધીઓ

*  વિશ્વ યોગ દિવસ નિમિતે ૧૫૦૦ જેટલી સગર્ભા માતાઓને પ્રીનેટલ યોગ કરાવી વિશ્વ વિક્રમ સ્‍થાપવામાં આવ્‍યો. જેની ગીનીશ વર્લ્‍ડ રેકર્ડમાં નોંધ લેવાઈ.

*  આરોગ્‍ય સમિતિના ચેરમેન મનીષભાઈ રાડીયાના નેતૃત્‍વમાં પ્રાપ્ત થયેલ જુદા જુદા એવોર્ડ

*  ક્‍વોલીટી કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયા દ્વારા ફૂડ સેફટી એક્‍ટના શ્રેષ્ઠ અમલીકરણ માટે નેશનલ એવોર્ડ - રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્‍યાય તથા આરોગ્‍ય સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયાને અભિનંદન પાઠવતા માન. મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી

*  ક્‍વોલીટી માર્ક એવોર્ડ : આરોગ્‍ય કેન્‍દ્રો ખાતે ગુણવતાસભર આરોગ્‍ય સેવાઓ આપવા બદલ (ક્‍વોલીટી માર્ક ટ્રસ્‍ટ દ્વારા)

*  કાયાકલ્‍પ એવોર્ડ : જાહેર સ્‍વાસ્‍થ્‍ય સુવિધા ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ (ગુજરાત સરકાર દ્વારા)

*  નાના મવા આરોગ્‍ય કેન્‍દ્રે સમગ્ર દેશમાં ફખ્‍ગ્‍ણ્‍ એક્રેડિટેશન મેળવનાર સૌપ્રથમ શહેરી આરોગ્‍ય કેન્‍દ્ર તરીકે બહુમાન પ્રાપ્ત કર્યું જે બદલ ગુજરાત રાજયના આરોગ્‍ય મંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા આરોગ્‍ય સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયાનું સન્‍માન કરવામાં આવ્‍યું.

(4:21 pm IST)