Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

છકડો રીક્ષામાં ગેરકાયદે મુસાફરી કરતા મુસાફરો વળતર મેળવવા હક્કદાર નથી

અકસ્માત વળતરના કેસમાં વિમા કંપનીની તરફેણમાં ચૂકાદો

રાજકોટ, તા. પ : છકડો રીક્ષામાં મુસાફરી કરતા ગેરકાયદેસર પેસેન્જરો અકસ્માત વળતર મેળવવા હકકદાર નથી. વિમા પોલીસીની મહત્વની શરતોનો ભંગ થાય છે. તેવો આઇ.સી.આઇ.સી. આઇ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યુરન્સ કા. લી.ની તરફેણમાં મોટર એકસીડન્ટ કલેઇમ ટ્રીબ્યુનલ રાજકોટે મહત્વનો ચૂકાદો આપેલ હતો.

આ કેસની હકીકત એવી છે કે તા. ર-પ-૦૯ના રોજ અરજદાર વિનોદ રામજીભાઇ પરમાર છકડો રીક્ષા નં.જી.જે.૩ એ.ટી. ૭૦૮પ માં કાલાવડથી રેવાણીયા, ભજન કિર્તના સાધનો અને ડ્રમ લઇને જતા હતાં ત્યારે સદરહું રીક્ષાને તા. ર-પ-૦૯ના રાત્રીના આઠ ત્રીસ કલાકે રેવાણીયા પાસે રીક્ષા પલ્ટી ખાઇ જતા અરજદાર વિનોદભાઇ રામજીભાઇને પોતાના મોઢાના ભાગે ડાબા હાથમાં તથા શરીરના અન્ય ભાગોમાં ઇજા થયેલ અને કાયમી ખોડ રહી ગયેલી. અરજદારે મોટર એકસીડન્ટ કલેઇમ ટ્રિબ્યુનલ સમક્ષ વળતરની રકમ રૂ. બે લાખ મેળવવા વળતર અરજી દાખલ કરેલી. અરજદાર સદરહુ છકડો રીક્ષામં, માલધણી તરીકે મુસાફરી કરતા હતાં તેવી રજૂઆત કરેલી.

આ કેસ ચાલી જતા મોટર એકસીડેન્ટ કલેમઇ ટ્રિબ્યુનલ ઠરાવેલ છે કે, છકડો રીક્ષા જી.જે.૩ એ.ટી. ૭૦૮પ એ. ગુડજ વ્હીકલ છે અને ગુડઝ વ્હીકલમાં અરજદાર, માલધણી તરીકે મુસાફરી કરતા હતાં તે પુરવાર થતું નથી અને અંગત વપરાસની વસ્તુઓ, ગુડઝની વ્યાખ્યામાં આવે નહીં. અરજદાર ભજન કિર્તનનો વ્યવસાય કરે છે તેવું જુબાની ઉપરથી ખૂલે છે.

 

(10:43 am IST)