Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

સાવલીયા હોસ્પિટલ ખાતે નવી લેસર ટેકનોલોજીનું ઉદઘાટન કરતા નરેશભાઇ

રાજકોટઃ સાવલિયા આંખની હોસ્પિટલ-લેસર સેન્ટર ખાતે, નવા વર્ષના શુભારંભે આંખના નંબર ઉતારવા માટેના નવા લેસર મશીન અને સંલગ્ન એડવાન્સ ટેકનોલોજીથી લેસર સેન્ટરને અપગ્રેડ કરવામાં આવ્યુ છે. આંખના નંબર ઉતારવા આ નવી લેસર ટેકનોલોજીનું ઉદઘાટન લેઉવા પટેલ સમાજના મોભી અને શ્રી ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરેશભાઇ પટેલના વરદહસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે અતિથિ વિશેષ શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એશોશીયેશનના પ્રેસિડેન્ટ શ્રી રમેશભાઈ ટીલાળા તેમજ કિચ આર્કિટેકચયુઅલ પ્રોડકટ પ્રાઇવેટ લિમિટેડના શ્રી ચીમનભાઈ હાપાણીએ વિશેષ રૂપે હાજરી આપી હતી. હોસ્પિટલમાં  આંખના ચેકઅપ માટેનો ઓ.પી.ડી. વિભાગ, મોતિયાબિંદુ વિભાગ અને મોતિયાબિંદુ ઓપરેશન થીએટર કે જ્યાં આધુનિકથી અતિઆધુનિક નેત્રમણિ આરોપણ તેમજ લેટેસ્ટ ટેકનોલોજી દ્વારા ટાંકા લીધા વગર મોતિયાબિંદુના ઓપરેશન  થાય છે. આ ઉપરાંત વી.આઈ.પી. ફેસિલિટીઝ, અને લેસર સેન્ટરના જુદા જુદા વિભાગોની વિઝીટ કરાવવામાં આવી. ત્યારબાદ શ્રી નરેશભાઇ પટેલના વરદહસ્તે નવા લેસર મશીનનું ઉદઘાટન કરવામાં આવ્યુ,   શ્રી ચીમનભાઈ હાપાણી અને રમેશભાઇ ટીલાળા દ્વારા લેસર સેન્ટરના વિભાગો અને સંલગ્ન ટેકનોલોજીનું ઉદઘાટન કરવામાં આવ્યુ.

 ડો. સાવલિયાના જણાવ્યા મુજબ  આ નવી લેસર ટેકનોલોજી વિશ્વમાં સૌથી વધારે સફળ અને ઇન્ટરનેશનલ લેવલે મૅકિસમમ ઈન્સ્ટોલડ થયેલ છે. તેમજ ૧૦૦ ટકા એકયુરેશિ સાથે, ખુબ ઓછા સમયમા લેસર કિરણો દ્વારા આંખના નંબરની ખામીને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે. જેનાથી આંખના નંબર રિલેટેડ કોઈ પણ પ્રશ્નનુ સરળતા પૂર્વક નિવારણ લાવી શકાય છે. આ ટકનોલોજી દર્દીને ન્યુનતમ સમયમાં રિકવરી સાથે કોઈ પણ અગવડતા વગર સચોટ પરિણામ આપે છે. આ ઉપરાંત લેસર મશીનને સહાયક ઉપકરણો દ્વારા કીકીનું સચોટ માપ, પડદાની સંપૂર્ણ તપાસ વગેરે વગેરે રિપોર્ટ્સ ત્વરિતપણે કરી શકાય છે. શ્રી નરેશભાઈ પેટેલ શુભકામના આપતા કહે છે કે  અનુભવી, યંગ, ડાયનામિક ડોકટર એવા અનુરથ સાવલિયા, જે દાકતરીને માત્ર એક પ્રોફેશન નહિ પરંતુ એક સમાજસેવા અને એજ પ્રભુસેવા જેવા ભાવથી કામ કરે છે. જયારે આવા અનુભવી ડોકટર લોકો માટે, દર્દીની તકલીફોને દૂર કરવા માટે નવી નવી મશીનરીથી અપગ્રેડ થાય છે, ત્યારે સમાજ અને દેશ પણ અપગ્રેડ થાય છે આવી લાગણી હું અનુભવું છું. માં ખોડલ આપને હંમેશા અવિરત શકિત, સામર્થ્ય આપે તેવી શુભકામના સાવલીયા હોસ્પિટલના આ શુભ પ્રસંગે ખોડલધામના ચેરમેન શ્રી નરેશભાઇ પટેલ, શ્રી રમેશભાઇ ટીલાળા તેમજ સ્ટીલ પ્રોડકટના મહારથી શ્રી ચીમનભાઇ હાપાણી ઉપસ્થિત રહેલ.

(4:14 pm IST)