Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

કંકુ ક્રિએશન અને બાંધણી દ્વારા આજથી ૧૩મી સુધી એકઝીબીશન કમ સેલ

વિવિધ વેરાયટી સભર સાડીઓમાં ૫૦ ટકા સુધીનું ડીસ્કાઉન્ટ

રાજકોટ,તા.૫: હવે રાજકોટની બહેનો માટે કંકુ ક્રિએશન એન્ડ બાંધણી દ્વારા સુરતની પ્રખ્યાત સાડી ઉપલબ્ધ કરાવતું ભવ્ય સેલ રાજકોટમાં ખુલ્લું મુકવામાં આવ્યું છે,  કાલાવડ રોડ પર આવેલ કેકેવી હોલ ખાતે તા.૫ જાન્યુઆરી થી ૧૩ જાન્યુઆરી દરમ્યાન સવારે ૯:૩૦ થી સાંજે ૮ વાગ્યા સુધી આ ભવ્ય સેલ યોજાએલ છે. સુરતની પ્રખ્યાત મિલની સાડી ૧૦ થી ૫૦ ટકા સુધી ડિસ્કાઉન્ટ માં રાજકોટની જનતા મળશે. આ સેલમાં ખાસ બાંધણી, પટોળા, અજરખ પ્રિન્ટ, બાટિક સાડી, ડોલા સિલ્ક, લખનવી, ઘરચોળા, પ્રિન્ટેડ સાડી, કડક સાડી, વર્ક વાળા બ્લાઉઝ પીસ, કોટન સાડી, ગજ સિલ્ક, નિમજરી ગજલો, આર્ટ સિલ્ક, કાંજીવરમ બાંધણી, ગજ સિલ્ક દુપટ્ટા, પોસ્ટર પીચ, લેરિયા, દરબારી સાડી, સહીત અનેકે વેરાયટી ખાસ બહેનો માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે, ખાસ સાડી પહેરતા બહેનોને આ સેલની અવશ્ય મુલાકાત  લેવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે. વધુ વિગતો માટે મો. ૯૭૨૬૭ ૨૨૨૪૩ ઉપર સંપર્ક કરી શકાય છે.

તસ્વીરમાં ભાવેશભાઈ ઢોલરીયા, મનિષાબેન ઢોલરીયા, પંકજભાઈ ઢોલરીયા અને ગોપાલભાઈ પટેલ નજરે પડે છે.(તસ્વીર સંદીપ બગથરીયા)

(4:10 pm IST)