Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

બાલભવનના ભુલકાઓ ડી.જે. ના તાલે ઝૂમ્યા : બાલ મહોત્સવનું સમાપન

રાજકોટ : બાલભવન ખાતે ૧૧ થી ૧૬ વર્ષના બાળકો માટે યોજાયેલ બાલમહોન્સવનું ડી. જે. પાર્ટી સાથે સમાપન કરાયુ હતુ. નવા વર્ષને આવકારવા ડી.જે. ડાન્સ પાર્ટી ગોઠવવામાં આવી હતી. જેમાં ૧૬૦ થી વધુ ભુલકાઓએ ભાગ લીધો હતો. નિર્ણાયકો હીનાબેન મોકરીયા, તેજસભાઇ ઠકકર, બાલભવનના ઓફીસ સુપ્રિન્ટેન્ડન્ટ કિરીટભાઇ વ્યાસના હસ્તે દીપપ્રાગટયથી કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. ડી. જે. ડાન્સમાં સુંદર દેખાવ કરનારાઓને ઇનામોથી નવાજવામાં આવ્યા હતા. જેમાં એ ગ્રુપમાં જીલ માવડીયા પ્રથમ, જેન્સી ગણાત્રા દ્વીતીય, પ્રથમ પાટડીયા તૃતીય, જીલ કારીયા ચોથા ક્રમે વિજેતા જાહેર થયા હતા. જયારે બી ગ્રુપમાં પુષ્પરાજસિંહ જાડેજા પ્રથમ, યુવરાગની શાહ દ્વીતીય, કન્વી ચાવડા તૃતીય અને વત્સલ સાંગાણી ચતુર્થ વિજેતા જાહેર થયા હતા. નિર્ણાયકો સાથે બાલભવનના માનદ મંત્રી મનસુખભાઇ જોષી દ્વારા વિજેતા બાળકોને ઇનામ, શિલ્ડ, પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. સમગ્ર સંચાલન ધર્મેન્દ્ર પંડયાએ કર્યુ હતુ. ટ્રસ્ટી ડો. અલ્પનાબેન ત્રિવેદીએ ઉપસ્થિત સર્વેને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.

(4:08 pm IST)