Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

મઢી ચોકમાં દુકાન બહાર પુતળા રાખી ટ્રાફીકમાં અડચણ ઉભુ કરનારા એક વેપારી સામે ગુનો

નવ વાહન ચાલકો પણ દંડાયાઃ કફર્યુ ભંગના ર૧ કેસ

રાજકોટ, તા. પ :  રૈયા રોડ પર હનુમાન મઢી પાસે દુકાન બહાર પુતળા રાખી ટ્રાફિકમાં અડચણ ઉભુ કરનારા એક વેપારી તથા નવ વાહન ચાલકો સામે પોલીસે કાર્યવાહી કરી હતી જયારે કર્ફયુ ભંગના ર૧ કેસ નોંધાયા છે.
મળતી વિગત મુજબ ગાંધીગ્રામ પોલીસ મથકના પી.એસ.આઇ. એમ.વી. લુવા તથા હેડ કોન્‍સ. સંજયભાઇ સહિતે પેટ્રોલીંગ દરમ્‍યાન રૈયા રોડ હનુમાન મઢી ચોક પાસે દુકાન બહાર પુતળા રાખી ટ્રાફિકમાં અડચણ ઉભુ કરનારા વેપારી આસીફ અયુબભાઇ ઇશાની (રહે. સુભાષનગર) સામે તેમજ પોલીસે અલગ-અલગ વિસ્‍તારમાં રોડ પર ટ્રાફિકને અડચણ રૂપ નવ વાહન ચાલકો સામે કાર્યવાહી કરી હતી. જયારે રાત્રે કર્ફયુ સમય દરમ્‍યાન જુદા જુદા વિસ્‍તારમાંથી ર૧ લોકોને પકડી જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી.

 

(4:02 pm IST)