Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

તમામ મીલ્કતો રાજયસાત છે

રાજકોટ શહેર-જીલ્લામાં ૯૪ જેટલી ‘‘એનીમી'' પ્રોપર્ટી આ બધા ભાગલા વખતે પાકિસ્‍તાન ચાલ્‍યા ગયા છે

જમીન સુધારણા સચિવ પી. સ્‍વરૂપની કલેકટર સાથે વીસી : જીલ્લામાં નવેસરથી સર્વેનો રીપોર્ટ

રાજકોટ, તા. પ :  રાજકોટ સહિત રાજયભરમાં એનીમી પ્રોપર્ટી કેટલી  તે અંગે સરકાર સર્વે કરાવી રહ્યું છે, આજથી ર વર્ષ પહેલા મુદ્દો ઉખળ્‍યો હતો. બાદમાં કોરોના કાળમાં આ સર્વે મુલત્‍વી રહ્યો હવે ફરી આ ગંભીર બાબત હાથ ઉપર લેવાઇ છે. ગઇકાલે રાજયના જમીન સુધારણા સચિવ શ્રી પી. સ્‍વરૂપની આ બાબતે રાજકોટ કલેકટર સાથે ખાસ વીસી યોજાઇ હતી, જેમાં કલેકટરે નવેસરથી સર્વે અને વિસ્‍તૃત સર્વે અંગે રીપોર્ટ આવ્‍યો હતો.
અત્રે નોંધનીય છે કે રાજકોટ શહેર-જીલ્લામાં હાલ ૯૪ જેટલી એનીમી પ્રોપર્ટી-મીલ્‍કતો આવેલી છે, જેમાં જેતપુર પંથકમાં ૩પ થી વધુ છે. આ બધી મિલ્‍કતના જે તે વખતના માલિકો ભારત-પાકિસ્‍તાનના ભાગલા વખતે મીલ્‍કતો છોડી પાકિસ્‍તાન ચાલ્‍યા ગયા છે.
મોટાભાગની મિલ્‍કતો રાજય સરકારે કબજે લઇ રાજયસાત કરી લીધી છે., વીસીમાં ફાઇનલ વિગતો મંગાવતા કલેકટરે નવેસરથી સર્વે અંગે નિર્દેશ આપ્‍યો છે. અને દરેક મામલતદારને આવી એનીમી મીલ્‍કતની હાલ સ્‍થિતિ શું છે, કોઇ રહે છે કે કેમ, દબાણ છે કે કેમ સહિતનો રીપોર્ટ પણ આપવા પત્ર પાઠવ્‍યો છે.

 

(4:01 pm IST)