Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

પેટ્રોલ પમ્‍પ-દુકાનો-સ્‍કુલ સહિત રર મિલ્‍કતો સીલ : ર૭ લાખની વસુલાત

બાકી મિલ્‍કત વેરો વસુલવા વેરા શાખાની ઝુંબેશ

રાજકોટ, તા. પ :  મ.ન.પા. દ્વારા બાકી મિલ્‍કત વેરો વસુલવાથી ઝુંબેશ અંતર્ગત આજે સ્‍કુલ, કારખાના, પેટ્રોલ પંપ, દુકાનો સહિત રર જેટલી મીલ્‍કતનોને સીલ લગાવી કુલ ર૭ લાખની રિકવરી કરી હતી.
આ અંગે વેરા વિભાગની યાદીમાં જણાવાયા મુજબ રિકવરી ઝુંબેશ હેઠળ ...
વોર્ડ નં- ૧ :- જાસલ કોમ્‍પ્‍લેક્ષમાં આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૧.૦૫ લાખ રીકવરી
વોર્ડ નં- ર :- ૨- કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૧.૨૧ લાખ રીકવરી
વોર્ડ નં- ૩ :- શિવકુંજ વિદ્યામંદિરને બાકી માંગણા સામે સીલ કરેલ છે.
વોર્ડ નં- ૪ :-લાતી પ્‍લોટ વિસ્‍તારમાં ઇન્‍ડસ્‍ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૫૦ હજારની રીકવરી
વોર્ડ નં- ૫ :-કુવાડવા રોડ પર આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૫૦ હજાર રીકવરી
વોર્ડ નં- ૬ :-દીનદયાળ ઇન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તારમાં આવેલ ઇન્‍ડસ્‍ટ્રીયલ યુનિટના રૂ. ૭૮ હજારના બાકી માંગણા સામે નોટીસની બજવણી કરેલ છે.
વોર્ડ નં- ૭ :- દિવાનપરામાં આવેલ ૅધાધલ કોમ્‍પ્‍લેક્ષૅમાં ઓફીસ નંબર-૩૦૨ સીલ કરેલ છે. કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૧.૨૩ લાખ રીકવરી, ધનરાજ હોટેલના બાકી માંગણા સામે રૂ. ૫.૧૩ લાખ રીકવરી
વોર્ડ નં- ૧૦ :- કાલાવાડ રોડ પર આવેલ ૨-કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૧.૫૪ લાખ રીકવરી
વોર્ડ નં- ૧૩ :- ચંદ્રેશ નગર મેઇન રોડ આવેલ કોમર્શીયલ યુનિટના રૂ. ૧.૬૨ લાખના બાકી માંગણા સામે સીલ કરેલ છે. ઇન્‍ડસ્‍ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૧૪.૬૧ લાખ રીકવરી
વોર્ડ નં- ૧૪ :-મનસા તીર્થ એપાર્ટમેન્‍ટમાં ૭ દુકાનોને સીલ કરેલ છે. ભાડલા વાળા પેટ્રોલિયમ (BPCL)ના રૂ. ૫૫ લાખના બાકી માંગણા સામે સીલ કરેલ છે.
વોર્ડ નં- ૧૫ :- મીરા એસ્‍ટેટમાં આવેલ ઇન્‍ડસ્‍ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૧.૬૨ લાખ રીકવરી કોઠારિયા રીંગ રોડ પર આવેલ ઇન્‍ડસ્‍ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૪૦ હજાર રીકવરી
આમ સે.ઝોન દ્વારા ૧૧ મિલ્‍કતોને સીલ, તથા રીક્‍વરી રૂ. ૨૨.૧૮ લાખ, વેસ્‍ટ ઝોન દ્વારા ૬  મિલ્‍કતોને સીલ તથા રીક્‍વરી રૂ. ૨.૫૯ લાખ, ઇસ્‍ટ ઝોન દ્વારા ૫  મિલ્‍કતોને સીલ તથા રીક્‍વરી રૂ. ૩.૦૨ લાખ થઇ હતી.  આ કામગીરી આસી. મેનેજરશ્રી આર.એમ. ગામેતી, મયુર ખીમસુરીયા, નિરજ વ્‍યાસ, વિવેક મહેતા તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્‍સપેક્‍ટરશ્રીઓ તથા વોર્ડ ક્‍લાર્ક દ્વારા આસી. કમિશનરશ્રી કગથરા સાહેબ, સમીર ધડુક  તથા વી.એમ.પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

 

(3:38 pm IST)