-
દયાબેન, મહેતા સાહેબ બાદ ટપ્પુએ પણ શો છોડયો access_time 10:35 am IST
-
બ્રિટનમાં એક મહિલાએ પોતાના પતિને ભાડા પર આપવાની અનોખી સર્વિસ શરૂ કરી access_time 10:52 am IST
-
ટેક્સાસમાં એક ટ્રકમાંથી ૪૬ પ્રવાસીઓના મૃતદેહ મળ્યા access_time 11:08 am IST
-
એકનાથ શિંદે જૂથના દરેક બળવાખોરને ૫૦ કરોડની ઓફર access_time 10:38 am IST
-
અદનાન સામીએ બનાવ્યા ૬ પેક્સ એબ્સ : તસવીર જોઇ ચાહકો પણ દંગ access_time 9:44 am IST
-
જાણો ટોપ ટીવી-શોની યાદીમાં તમારા ફેવરિટ શોનું સ્થાન access_time 4:00 pm IST
ડો. કૃપાલી મહેતા દ્વારા પોતાના ડોગી કોકો-કુકીનો જન્મ દિવસ મનાવાયો
કેક કટીંગ સેરેમનીમાં ૩૦થી વધુ શ્વાન અને તેમના માલિકોએ હાજરી આપીઃ ફેશન શો, ટ્રીક શોનું આયોજનઃ પ્રથમ, દ્વિતીય, તૃતીય શ્વાનને ગીફટ અપાઈ

રાજકોટ, તા. ૫ :. વે. રેલ્વે એમ્પ્લોઈઝ યુનિયનના આર.વી. મહેતાની યાદી જણાવે છે કે રાજકોટમાં બંધન પાર્ટી પ્લોટમાં તા. ૧-૧-૨૦૨૨ના રોજ ડો. કૃપાલી આર. મહેતા તથા ભાઈ પ્રતિક આર. મહેતા દ્વારા તેમના શ્વાન કોકો તથા કુકીના જન્મ દિવસની શાનદાર પ્રથમ જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજકોટના શ્વાન પ્રેમીઓ દ્વારા ૩૦થી વધારે શ્વાનોએ તેમના માલિક સાથે હાજરી આપી હતી. આ પ્રસંગે શ્વાનો માટે ફેશન શો તથા ટ્રીક શોનું આયોજન પણ કરવામાં આવ્યુ હતું. હરિફાઈમાં પ્રથમ, દ્વિતીય તથા તૃતીય સ્થાને આવેલ શ્વાનને ગીફટ આપી તેમના માલિકનું સન્માન કર્યુ હતું. આ પ્રસંગે કેક કટીંગ કરી દરેક શ્વાનને સ્નેકસ તથા નાસ્તો પણ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડો. કૃપાલી મહેતા તથા બીજા શ્વાન માલિકો દ્વારા હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી શ્વાનના આરોગ્ય માટેની વાતચીત તથા ચર્ચા થઈ હતી. આ પ્રસંગે અતિથિ વિશેષ નોટરી એન્ડ એડવોકેટ હિનાબેન આર. મહેતા હાજર હતા.