-
દયાબેન, મહેતા સાહેબ બાદ ટપ્પુએ પણ શો છોડયો access_time 10:35 am IST
-
બ્રિટનમાં એક મહિલાએ પોતાના પતિને ભાડા પર આપવાની અનોખી સર્વિસ શરૂ કરી access_time 10:52 am IST
-
ટેક્સાસમાં એક ટ્રકમાંથી ૪૬ પ્રવાસીઓના મૃતદેહ મળ્યા access_time 11:08 am IST
-
એકનાથ શિંદે જૂથના દરેક બળવાખોરને ૫૦ કરોડની ઓફર access_time 10:38 am IST
-
અદનાન સામીએ બનાવ્યા ૬ પેક્સ એબ્સ : તસવીર જોઇ ચાહકો પણ દંગ access_time 9:44 am IST
-
જાણો ટોપ ટીવી-શોની યાદીમાં તમારા ફેવરિટ શોનું સ્થાન access_time 4:00 pm IST
News of Wednesday, 5th January 2022
લોધેશ્વર સોસાયટીના દિલીપની ચાઇનીઝ દોરો વેંચતા ધરપકડ

રાજકોટ તા. ૫: માનવીઓ અને પક્ષીઓ માટે ઘાતક એવો ચાઇનીઝ દોરો વેંચવા પર પ્રતિબંધ છે અને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પણ આવા દોરા વેંચવા, ખરીદવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ બહાર પાડ્યું છે. આમ છતાં કેટલાક ધંધાર્થીઓ ચાઇનીઝ દોરા વેંચતા હોય છે. થોરાળા પરમ દિવસે ચાઇનીઝ દોરાની ૧૦૦ ફિરકી સાથે એકને પકડ્યો હતો. ત્યાં હવે માલવીયાનગર પોલીસે લોધેશ્વર સોસાયટી-૮માં આંગણવાડી પાસે રહેતાં દિલીપ ઉર્ફ દિલો કનયભાઇ ઝરીયાને ચાઇનીઝ દોરાની રૂ. ૧૦૦૦ની ત્રણ ફિરકી સાથે પકડ્યો છે. પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ વી. કે. ઝાલા, મશરીભાઇ, કમલેશભાઇ, કુલદિપસિંહ, હરપાલસિંહ, અંકિતભાઇ, રોહીતભાઇ, હિતેષભાઇ સહિતે આ કામગીરી કરી હતી.
(3:14 pm IST)