Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

કોરોના-ઓમિક્રોનના પગલે સ્‍ટેટ ગ્રાહક કમિશનમાં ઓનલાઇન કાર્યવાહી

રાજકોટ,તા. ૫ : સમગ્ર દેશમાં તથા રાજ્‍યમાં કોવિડ-૧૯ તથા કોરોના વાયરસના ઓમીક્રોન વેરીયન્‍ટના કેસોમાં એકાએક ઝડપી વધારો નોંધાતા ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલા તકેદારીના પગલાઓના ભાગ રૂપે નામ.સુપ્રિમ કોર્ટ, નેશનલ કમિશન, નવીદિલ્‍હી અને નામ. ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ કોર્ટ કેસોનું ફીઝીકલ હીયરીંગ બંધ કરીને માત્ર ઓનલાઇન હીયરીંગ કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે.
આથી, ગ્રાહક ભવન સંકુલમાં આવેલ રાજ્‍ય કમિશનની તમામ કોર્ટો અને તમામ જિલ્લા કમિશનો ખાતે તા. ૫/૧/૨૦૨૦થી કોર્ટ કેસોનું ફીઝીકલ હીયરીંગ બંધ કરીને માત્ર ઓનલાઇન હીયરીંગ કરવાનો નિર્ણય લેવામાં આવે છે.

 

(3:09 pm IST)