Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

શહેરમાં ગઇકાલે ૩૬ કેસ નોંધાયાઃ ૩૭ દર્દીઓ સાજા થયા

હાલ ૨૭૧ દર્દીઓ સારવારમાં: કુલ કેસનો આંક ૪૩,૨૭૦એ પહોંચ્‍યો

રાજકોટ તા. ૫ : શહેરમાં ગઇકાલે કોરોનાનાં ૩૬ કેસ નોંધાયા હતા. જયારે ૩૭ દર્દીઓએ કોરોનાને હરાવ્‍યો હતો. હાલ ૨૭૧ દર્દીઓ સારવારમાં છે. આજ બપોર સુધીમાં ફરી શૂન્‍ય કેસ નોંધાયા છે.
મ્‍યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્‍યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્‍યા સુધીમાં ‘૦' કેસ નોંધાયા છે. શહેરમાં અત્‍યાર સુધીમાં કુલ  ૪૩,૨૭૦ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ ૪૨,૫૩૮ દર્દીઓએ કોરોનાને હરાવ્‍યો છે. ગઇકાલે કુલ ૨૬૦૬ સેમ્‍પલ લેવાયા હતા. જેમાં ૩૬  કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૧.૩૮ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૫,૪૭,૪૧૪ લોકોનાં  ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે. જેમાંથી ૪૩,૨૭૦ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૮૦ ટકા થયો છે. રિકવરી રેટ ૯૮.૩૦ ટકાએ પહોંચ્‍યો છે.

 

(3:08 pm IST)