Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

રાજકોટમાં કોરોનાની ત્રીજી લહેર સામે કલેકટર તંત્ર સાબદૂઃ કાલે આઈએમએ સાથે બેઠક

૧૧ હજાર બેડ ઉપલબ્‍ધઃ ઓકસીજનના ૨૨ પ્‍લાન્‍ટો પણ તૈયાર : આઈએમએ બાદ ખાનગી ડોકટરો સાથે પણ મીટીંગ કરી દવા-ઈન્‍જેકશન અંગે રીપોર્ટ લેવાશે

રાજકોટ, તા. ૫ : કોરોનાની ત્રીજી લહેર રાજકોટમાં શરૂ થઈ ગઈ છે, ધડાધડ કેસો વધી રહ્યા છે તેના પરિણામે કલેકટરે પોતાના તમામ પ્રાંત-મામલતદારો-સ્‍ટાફને સાબદા કરી ધડાધડ પગલા લેવાનું શરૂ કર્યુ છે.
કલેકટરના નિર્દેશ મુજબ જીલ્લામાં બાળકોને અને બીજો ડોઝ લેવામાં બાકી રહી ગયા હોય તેવા તમામ માટે વેકસીનેશન ઝડપી બનાવાયુ છે. કાલે ઈન્‍ડીયન મેડીકલ એસો.ના ટોચના હોદેદારો સાથે બપોરે ૧૨ વાગ્‍યાથી મીટીંગ યોજી છે. જેમાં સ્‍કૂલો, કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ, દવા, ઈન્‍જેકશન, કેસોની તીવ્રતા વિગેરે બાબતે મંતવ્‍યો લેવાશે. આ પછી ખાનગી ડોકટરો સાથે પણ કલેકટર મીટીંગ યોજશે.  કલેકટરે જણાવ્‍યુ હતુ કે હાલ રાજકોટ-જીલ્લામાં ૭૧ હજારથી વધુ બેડ ઉપલબ્‍ધ છે. સીવીલ સહિત ૨૨ જેટલી સરકારી હોસ્‍પીટલોમાં ઓકસીજન પ્‍લાન્‍ટ પણ તૈયાર છે. દવા, ઈન્‍જેકશનનો હાલ પુરતો સ્‍ટોક છે. ડોકટર, મેડીકલ સ્‍ટાફ પણ ઉપલબ્‍ધ છે.

 

(3:07 pm IST)