Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

બાર એસો.ની ચુંટણીમાં વિજેતા થયેલ સિધ્ધરાજસિંહ જાડેજા અને જજ તરીકે નિમાયેલ વીસુબા ઝાલાનું ક્ષત્રિય સમાજ દ્વારા સન્માન કરાયું

રાજકોટ તા. પઃ શ્રી ગીરાસદાર ક્ષત્રિય રાજપૂત એડવોકેટ ફેડરેશનના ઉપક્રમે ક્ષત્રિય એડવોકેટ સમાજનું એક ભવ્ય સમારંભ આયોજીત કરવામાં આવેલ જેમાં રાજકોટ બાર એસોસીએશનની વર્ષ ર૦રર ની ચુંટણીમાં જંગી બહુમતીથી વિજેતા થયેલ શ્રી સિધ્ધરાજસિંહ જાડેજા તથા મુળ કંથારીયા હાલ રાજકોટમાં રહેતા અને જજ તરીકે નિમણુંક થયેલ બાશ્રી વીસુબા ઝાલાનું સન્માન કરવામાં આવેલ તથા ક્ષત્રિય ભાઇઓ-બહેનોમાં સંપ, શકિત તથા પ્રભુત્વના ગુણોનું સિંચન કરવા સેમીનારનું આયોજન કરવામાં આવેલ હતું.

રાજકોટમાં રહી વકિલાતના વ્યવસાય સાથે સંકળાયેલ તમામ ક્ષત્રિય સમાજના ભાઇઓ તથા બહેનોનું તારીખઃ ૦૩/૦૧/ર૦રર ને સોમવારના રોજ કોલેજવાડી-ર, જીમખાના પાસે એડવોકેટ એન્ડ નોટરીશ્રી પ્રકાશસિંહ ગોહીલની ઓફીસ ખાતે સાંજના સાડા છ કલાકે માં ભગવતીના ફોટાને હાર પહેરાવી આવેલ મહેમાનો દ્વારા દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ જેમાં રાજકોટ બાર એસોસીએશન વર્ષ-ર૦રર ની પ્રતિષ્ઠા ભરી ચુંટણીમાં ઉપપ્રમુખના પદ પર જંગી બહુમતીથી ચુંટાઇ આવેલ એડવોકેટ શ્રી સિધ્ધરાજસિંહ કેશુભા જાડેજાનું ફેડરેશન તથા સમાજના મોભીઓ તેમજ સિનીયર જુનીયર વકિલશ્રીઓ દ્વારા વિવિધ ભેટ સોગાદો આપીને ભવ્ય સન્માન કરવામાં તથા આ તકે ગુજરાતમાંથી જજના પદ ઉપર તાજેતરમાં નિમણુંક પામેલ બા શ્રી વિસુબા ઝાલાનું સન્માન કરવામાં આવેલ જેમનો સ્વીકાર શ્રી વિ. એ. ઝાલા દ્વારા કરવામાં આવેલ તેમજ આ તકે વાંકાનેર બારની ચુંટણીમાં વિજેતા થયેલ શ્રી અનિરૂધ્ધસિંહ ઝાલાનું સન્માન કરવામાં આવેલ આ તકે સમાજ ઉપયોગી કાર્યો તથા સમાજના વિકાસને લગતી બાબતો ઉપર સિધ્ધરાજસિંહ જાડેજા અશોકસિંહ વાઘેલા, રૂપરાજસિંહ પરમાર, રંજનબા રાણા, કિર્તીરાજસિંહ ઝાલા એ પ્રવચન આપેલ તેમજ પ્રકાશસિંહ ગોહીલે ગીરાસદાર ક્ષત્રિય રાજપૂત ફેડરેશનની સ્થાપનાનો હેતું, કાર્ય, ઉદ્દેશ તથા તેનાથી મળતા લાભો વિશે વિશેષ માહીતી આપેલ તથા ક્ષત્રિય એડવોકેટ મિત્રોમાં એકતા, સંગઠન તથા સંપ જળવાઇ રહે તે બાબત ઉપર ધ્યાન દોર્યું. આ તકે આભારવિધિ મેઘરાજીસંહ ચુડાસમા તથા રાજેન્દ્રસિંહ ગોહીલ દ્વારા કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભરતસિંહ જે. ગોહીલ દ્વારા કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે એડવોકેટ પ્રકાશસિંહ ગોહીલ, રાજભા ગોહીલ, દીગુભા ઝાલા, ભરતસિંહ ગોહીલ, મેઘરાજસિંહ ચુડાસમા, કિર્તિસિંહ ઝાલા, હિરેન્દ્રસિંહ ચૌહાણ, અજયસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, શકિતસિંહ ગોહીલ વિગેરેએ ખુબજ મહેનત કરેલ હતી.

આ કાર્યક્રમમાં અશોકસિંહ વાઘેલા, રૂપરાજસિંહ પરમાર, હિતેન્દ્રસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ રાણા, રંજનબા રાણા, અન્નપૂર્ણાબા ગોહીલ, મિનાક્ષીબા જાડેજા, ગીરીરાજસિંહ જાડેજા, મુકુંદસિંહ સરવૈયા, હરદીપસિંહ રાણા, પ્રધ્યુમનસિંહ જાડેજા, બી. એસ. જાડેજા, સુરેન્દ્રસિંહ જાડેજા, ધર્મરાજસિંહ જાડેજા, યજુવેન્દ્રસિંહ જાડેજા, શૈલેન્દ્રસિંહ જાડેજા, મનહરસિંહ જાડેજા, હેમેન્દ્રસિંહ જાડેજા, ભુપેન્દ્રસિંહ જાડેજા, વિજયસિંહ ઝાલા, નરેન્દ્રસિંહ જાડેજા, કીરીટસિંહ જાડેજા, સંજયસિંહ, કુલદીપસિંહ જાડેજા, શકિતસિંહ ગોહીલ, રવીરાજસિંહ જાડેજા,વી. એ. ઝાલા, અશોકસિંહ જાડેજા, અનિરૂધ્ધસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા વિગેરે ક્ષત્રિય સમાજના એડવોકેટશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ કાર્યક્રમના અંતે સૌ ક્ષત્રિય એડવોકેટ મિત્રોએ સાથે ભોજન લીધેલ તથા આ પ્રકારની પ્રવૃત્તિ સતત થતી રહે તેવા શુભ વિચારો આપેલ.

(2:47 pm IST)