Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

કોઠારીયા સોલવન્ટ વિસ્તારની પરિણિતાના આપઘાત કેસમાં સાસરીયાનો નિર્દોષ છૂટકારો

રાજકોટ,તા. ૫ : રાજકોટના કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડના કવાટર્સમાં રહેતા અને પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા ભીમદેવસિંહ ગોહીલના પત્ની પુનમબા ગોહીલના આપઘાત કેસમાં સાસરીયાઓનો નિદોર્ષ છુટકારો રાજકોટ સેસન્સ કોર્ટ ફરમાવેલ છે.

બનાવની વિગતે માહિતી જોતા ભીમદેવસિંહ પ્રવિણસિંહ ગોહીલના ધર્મપત્ની પુનમબાને તેના લગ્નના બે વર્ષ બાદથી સાસરીયાઓ કરીયાવર બાબતે મેણા ટોણા મારી શારીરિક તથા માનસીક ત્રાસ આપી, અપનામીત કરી મુંઢમાર મારી માવતરેથી મકાન લેવા પૈસા લઇ આવવા અવારનવાર દબાણ કરતા હોય તથા ગુજરનારને ઉપરના માળે રહેવ મોકલેલ તથા ત્યાં લાકડાની તકલાદી સીડી મુકી આપેલ અને સારી સીડી જોઇતી હોય તો પોતાના પીતાને ત્યાંથી લઇ આવવવાનું કહેતા હોય તેમજ રાત્રે રૂમની લાઇટો બંધ કરી દેતા, વાયર કાપી નાખતા તથા સીડી ઉપર લીકવીડ તથા એસીડ નાખી દેતા આમ, રીતે પુનમબાને તેઓના સાસુ, જેઠ તથા જેઠાણી તેમજ દેર અને દેરાણી અનહદ ત્રાસ આપતા અને કપડા સુકવવાની દોરીઓ પણ કાપી નાખતા, રાત્રીના લાઇટના ફયુઝ પણ કાઢી નાખતા હોય જેવો અનહદ ત્રાસ આપવા હોય જેથી ગુજરનારને ત્રાસ સહન નહીં થતા તા. ૧૦/૫/૨૦૧૮ ગળાફાંસો ખાઇ મરણ ગયેલ.

આ બનાવ અંગેની ફરીયાદ તેઓના પીપરીયામાંથી તેઓના નાનાભાઇ હરીશચંદ્રસિંહ ઉર્ફે યુવરાજસિંહ લખુભા ઝાલાએ રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશનમાં તા. ૧૧/૫/૨૦૧૯ના રોજ નોંધાવેલ હતી. જે બાબતે આજી ડેમ પોલીસ સ્ટેશન ખાતેથી ફરિયાદ દાખલ કરી આ કામે પ્રવિણાબા પ્રવિણસિંહ ગોહીલ, કુલદીપસિંહ પ્રવિણસિંહ ગોહીલ, ભાવનાબા કુલદીપસિંહ ગોહીલ, વિરમદેવસિંહ પ્રવિણસિંહ ગોહીલ તથા સંગીતાબા વિરમદેવસિંહ ગોહીલ વિરૂધ્ધ ભારતીય ફોજદારી અધિનિયમ -૧૮૬૦ની કલમ ૩૦૬, ૪૯૮ (ક), ૫૦૪, ૧૧૪, તથા દહેજ પ્રતિબંધક ધારાની કલમ -૩,૪ મુજબનો શિક્ષાનો પાત્ર ગુનાઓનું ચાર્જશીટ રાજકોટના ચીફ જ્યુડીશીયલ મેજસ્ટ્રેટની કોર્ટમાં દાખલ કરવામાં આવેલ.

તમામ આધાર પુરાવા તથા સાહેદોના નિવેદનોને ધ્યાને લઇ ન્યાય કોર્ટે ઉપરોકત કરેલ સવિસ્તૃત ચર્ચાને અંતે ફરીયાદપક્ષ આરોપીઓ વિરૂધ્ધ આક્ષેપિત ગુનો પુરવાર કરવામાં સંદતર નિષ્ફળ ગયેલ તે વાતને ધ્યાને લઇ તમામ આરોપીઓ વિરૂધ્ધ આક્ષેપિત ગુનો પુરવાર કરવામાં સંદતર નિષ્ફળ ગયેલ તે વાતને ધ્યાને લઇ તમામ આરોપીઓને આક્ષેપીત ગુનોઓમાંથી શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો ન્યાયીક હુકમ કરેલ હતો.

સદરહું કામે સેસન્સ કોર્ટમાં બચાવ પક્ષે આરોપીઓના એડવોકેટ તરીકે ધ રાજપુતાના લો હાઉસ રાજકોટના વિદ્વાન ધારાશાસ્ત્રીશ્રી ભરતસિંહ જે. ગોહીલ રોકાયેલ હતા.

(4:18 pm IST)