Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

વોર્ડ નં.૩ના રેલનગર વિસ્તારનાં સર્મપણ પાર્કમાં પેવર રોડ કામનો પ્રારંભ

રાજકોટઃ રહેરનાં વોર્ડ નં.૩માં આવેલ રેલનગર વિસ્તારમાં સર્મપણ પાર્ક વિસ્તારમાં પેવર રોડનું ખાતમુર્હુત કરવામાં આવેલ. આ પ્રસંગે ગુજરાત રાજયના રાજય કક્ષાના મંત્રી અરવિંદભાઇ રૈયા, ડેપ્યુટી મેયેર દર્શીતાબેન શાહ, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, વોર્ડના જાગૃત કોર્પોરેટરશ્રીઓ નરેન્દ્રસિંહ જાડેજા, બાબુભાઇ ઉંધરેજા, શ્રીમતી કુસુમબેન ટેકવાણી, શ્રીમતી અલ્પાબેન દવેના હસ્તે કરવામાં આવેલ જેમાં વોર્ડના પ્રમુખ હેમુભાઇ પરમાર, મહામંત્રી રાજુભાઇ દરીયાનાણી, હિતેષભાઇ રાવલ, સુનિલ ટેકવાણી, દિપકભાઇ દવે, મનોહરસિંહ ગોહિલ, ગફારભાઇ કુરેશી, કિરીટભાઇ દવે, આઇ.બી.જાડેજા, વિજયાબા, વિલાશબા સોઢા, હીનાબા ગોહીલ, ઇલાબેન પડીયા, વેગડભાઇ, અભયભાઇ નાંઢા, જીતુભાઇ કુંગશીયા, દિગ્વીજયસિંહ જેઠવા, બળદેવસિંહ ગોહીલ, દાનાભાઇ કુંગશીયા, હરપાલસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઇ, તેજસભાઇ રાઠોડ, શૈલેષભાઇ જેઠવા, ઘનશ્યામસિંહ સોઢા, મયુરભાઇ ગાંગાણી, મુકેશભાઇ મુંધવા, દિલીપસિંહ, અશોકભાઇ વિગેરે કાર્યકર્તાઓ તેમજ વિસ્તારના સ્થાનીક રહેવાસીઓ ઉંપસ્થિત રહેલ.

(2:41 pm IST)