Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

સાવન...જો આગ લગાયે ઉસે કૌન બુઝાયે...: મ.ન.પા.ની ત્રણેય ઝોન કચેરીમાં ફાયર સેફટી સાધનો અધૂરા !! : સર્વે

રાજકોટઃ શહેરની કોવિડ હોસ્પિટલમાં અગ્નિકાંડ બાદ મ.ન.પા. દ્વારા વિવિધ સ્થળોએ ફાયર સેફટીનું કડક ચેકીંગ કરી  ૩૦૦થી વધુ સંસ્થાને  ફાયર એન.ઓ.સી. મેળવી લેવા તાકીદ કરવામાં આવી છે, ત્યારે ખુદ મ્યુ.કોર્પોરેશનની સેન્ટ્રલ,વેસ્ટ તથા ઇસ્ટ ઓફીસનાં જુના બિલ્ડીંગોમાં ફાયર સેફટીના સાધનો અધુરા હોવાનુ ભાન તંત્રને થતા હવે ફાયર સેફટીના સાધનોની ખૂટતી વ્યવસ્થા અંગે તંત્ર દ્વારા સર્વે કન્સલ્ટ મારફત કરવામાં આવી રહ્યો છે. આ ફાયરની ખુટતી વ્યવસ્થા અંગે કન્સલ્ટનટ રિપોર્ટ આપશે ત્યાર બાદ ખૂટતા સાધનો બતાવી મ્યુ.નીતંત્ર ફાયર એન.ઓ.સી. લઈ શકશે. આજે સવારે સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે નાયબ ફાયર ઓફીસર શ્રીઠેબા, વોર્ડ નં.૭નાં ઇજનેર શ્રી પટેલીયા તથા ડે.ઇજનેર કુંતેશ મહેતા તથા કન્સલ્ટનટ દ્વારા ફાયર સેફટી વ્યવસ્થાનું નીરીક્ષણ કરવામાં આવ્યુ હતુ જે તસ્વીરમાં નજરે પડે છે.

(4:02 pm IST)