Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

વિરપુરના કરોડોના જમીન કૌભાંડમાં ગોંડલના રમેશ સિંધવ-ધીરૂ ગમારા ૧૦ દિ'ના રીમાન્ડ પર

રાજકોટ, તા., પ : જેતપુરના વિરપુર ગામના બે ખેડૂતોની કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવાના ગુન્હામાં રૂરલ પોલીસે જીલ્લામાં પ્રથમ નવા લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ગુન્હો દાખલ કરી પકડી પાડેલ આરોપી રમેશ રાજુ સિંધવ અને ધીરૂ બચુ ગમારાને રીમાન્ડ અર્થે આજે કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે બન્નેને ૧૦ દિ'ના રીમાન્ડ ઉપર સોંપવા હુકમ કર્યો છે.

પ્રાપ્ય વિગતો મુજબ મુળ ચરખડી ગામના અને હીલ ગોંડલ નારાયણનગરમાં રહેતા ગજેન્દ્રભાઇ ઉર્ફે ગીજુ શિવાભાઇ પટેલે આરોપી કમલેશ રાજુભાઇ સિંધવ, નરેશ રાજુભાઇ સિંધવ, રમેશ રાજુભાઇ સિંધવ તથ ધીરૂ બધુ ગમારા રે. તમામ ગોંડલ સામે વિરપુર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓએ ગુન્હાહીત કાવત્રુ રચી ફરીયાદીને વિશ્વાસમાં લઇ ફરીયાદી તથા સાહેદ ખેડૂતની વિરપુર સર્વે નં. પ૬૦ ની ૯૦ વિઘા

જમીન પૈકી ૭પ વિઘા જમીનનો દસ્તાવેજ કરાવી લઇ અવેજની પુરતી રકમ નહી ચુકવી તેમજ આ સર્વ નંબર પેકી ફરીયાદીના નામે આવેલ ૧૦ વિઘા જમીન તથા તેના ખેડુતના  નામે આવેલ પ વિઘા જમીન ફરીયાદી તથા સાહેદને ધાક ધમકી આપી બળજબરીથી પચાવી પાડી ગેરકાયદે રીતે કબ્જો કરી ફરીયાદીને આરોપી કમલેશના ફાર્મ હાઉસે બોલાવી અન્ય આરોપીને ૧ થી ૩ ના એ લાકડીથી બેફામ માર મારી મારી નાખવાની ધમકી આપી હતી.

આ ગુન્હામાં વિરપુર પોલીસે ઉકત ચારેય આરોપીઓ સામે નવા લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ગુન્હો દાખલ કરી આરોપી રમેશ રાજુ સિંધવ અને ગોંડલ પાલીકામાં કોન્ટ્રાકટ બેઇઝ પર ફરજ બજાવતા ધીરૂ બધુ ગમારાની ધરપકડ કરી હતી. તપાસનીસ અધિકારી જેતપુરના એએસપી સાગર બાગમોરે પકડાયેલ રમેશ અને ધીરૂને આજે રીમાન્ડ માટે કોર્ટમાં રજુ કરતા કોર્ટ બંન્નેનો ૧૦ દિ'ના રીમાન્ડ મંજુર કર્યા હતા.

જયારે અન્ય બે આરોપીઓ નિખીલ દોંગા ગેંગના સાગ્રીત નરેશ રાજુ સિંધવ હાલ પાટણ જેલમાં હોય તેમજ તેનો ભાઇ મુખ્ય સુત્રધાર કમલેશ ગોંડલ સબ જેલમાં હોય બન્નેનો ટ્રાન્સફર વોરંટથી કબ્જો લેવા કાર્યવાહી હાથ ધરાઇ છે.

(4:02 pm IST)