Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

ગાયના શુદ્ધ ઘીમાં કલરની ભેળસેળ : વેપારીને ૨ મહિનાની કેદ-હજારનો દંડ

મ.ન.પા.ની ફૂડ ચેકીંગ ઝુંબેશમાં ઝડપાયેલ ભેળસેળિયા વેપારીઓ સામે કડક પગલા : બજરંગવાડીમાં ભવ્ય ફરસાણમાંથી લીધેલા ગાયના શુધ્ધ ઘીમાં અખાદ્ય ડાઈ કલરની ભેળસેળ ખુલીઃ સરકારી લેબોરેટરીમાં નમૂનો 'અનસેફ' જાહેરઃ મીરા બ્રાન્ડ ચાંદીના વરખ તથા ઝીલમીલ મગફળી તેલ અને શ્રીકાન્ત ગાયનું ઘી ત્રણેય નમૂનાઓ સબ સ્ટાન્ડર્ડ જાહેર થતા ત્રણેય વેપારીને કુલ ૨.૯૦ લાખનો દંડ ફટકારાયો

રાજકોટ તા. પ :.. શહેરમાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળ અંગે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડનાં નવા કાયદાઓની જોગવાઇ મુજબ મ.ન.પા. દ્વારા હાથ ધરવામાં આવતી વિવિધ ફુડ ચેકીંગ ઝૂંબેશમાં ઝડપાયેલા ભેળસેળીયા વેપારીઓ સામે આકરા દંડ અને જેલ સહિતનાં કડક ફોજદારી પગલાઓ લેવાયા છે.

આ અંગે મ.ન.પા.ના ફૂડ વિભાગ દ્વારા જાહેર કરાયેલ સતાવાર વિગતો મુજબ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ 2006 હેઠળ રાજકોટ મહાનગરપાલિકા ના ફૂડ સેફ્ટી ઓફિસરશ્રી એ તા.૧૭ ના રોજ રાજકોટ શહેરના જામનગર રોડ પર બજરંગ વાડી વિસ્તારમાં આવેલ ભવ્ય ફરસાણનામની પેઢીમાંથી લીધેલ ગાયનું શુદ્ઘ દ્યી ના નમૂનાનુ પૃથક્કરણ ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી, વડોદરા ખાતે કરાવતા તેમાં નોન-પરમિટેડ અખાદ્ય કલર ડાઈ ની ભેળસેળ મળી આવેલ, આથી ફૂડ એનાલિસ્ટ દ્વારા સદર નમૂનો અનસેફ તેમજ સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવેલ. આથી પૃથ્થકરણ રીપોર્ટના આધારે વડી કચેરી ગાંધીનગર ની મંજૂરીથી નામદાર મ્યુનિસિપલ કોર્ટ, રાજકોટ સમક્ષ ફોજદારી કેસ દાખલ કરવામા આવેલ. સદરહુ કોર્ટ કેસ ચાલી જતાં તમામ પુરાવાઓ અને પક્ષકારોની જુબાની વગેરે લક્ષમાં લઇ હીયરીંગ બાદ નામદાર જયુડી. મેજિસ્ટ્રેટ (ફસ્ર્ટ કલાસ) દ્વારા આપેલ ચુકાદાથી જવાબદાર ફૂડ બિઝનેસ ઓપરેટર અને દુકાન માલિક અર્જુન ચેતનદાસ ધનવાણી ને આ કાયદા હેઠળ તકસીરવાન ઠરાવી રૂ.1000/- નો દંડ તેમજ જુદી-જુદી કલમો હેઠળ કુલ બે માસ ની કેદ ની સજા ફરમાવેલ છે.

એજયુડીકેટીંગ ઓથોરીટી દ્વારા કરવામા આવેલ દંડ

રાજકોટ શહેરના પરાબજાર વિસ્તારમાં આવેલ કેપ્ટન એન્ટરપ્રાઇઝ માંથી લીધેલ, આનંદ એન્ડ કું., દિલ્હી દ્વારા ઉત્પાદીત ખાદ્યપદાર્થ: મીરા બ્રાન્ડ સીલ્વર લીવ્ઝ (ચાંદીનો વરખ) પર fssai લોગો ન હોવાના કારણે ફૂડ એનાલિસ્ટશ્રી દ્વારા સદર નમૂનો ીસ બ્રાન્ડેડ જાહેર કરવામાં આવેલ. નામદાર એજયુડીકેટીંગ ઓફીસર અને RAC-ADM  દ્વારા તમામ પુરાવાઓ અને પક્ષકારોની રજૂઆત વગેરે લક્ષમાં લઇ હીયરીંગ બાદ જવાબદાર ફૂડ બિઝનેસ ઓપરેટર અને નમૂનો આપનાર પેઢીના માલિક  નયનકુમાર પરસોતમભાઇ જાવીયા તથા ઉત્પાદક પેઢીના માલીક  વર્ષા તેજપાલ આનંદ સહિતના જવાબદારોને કુલ મળી રૂ.75,000/- નો દંડ ફરમાવેલ છે.

રાજકોટ શહેરના રૈયા રોડ વિસ્તારમાં આવેલ યશ એન્ટરપ્રાઇઝ માંથી લીધેલ, બાલાજી ઓઇલ ઇન્ઙ, મોટા મવા, રાજકોટ દ્વારા ઉત્પાદીત ખાદ્યપદાર્થ ઝીલમીલબ્રાન્ડ મગફળીનુ શુધ્ધ સીંગતેલના ૧૫ કિલો પેકડ ટીન પર fssai લોગો ન હોવાના કારણે ફૂડ એનાલિસ્ટશ્રી દ્વારા સદર નમૂનો મીસબ્રાન્ડેડ જાહેર કરવામાં આવેલ. એજયુડીકેટીંગ ઓફીસર અને RAC-ADM દ્વારા તમામ પુરાવાઓ અને પક્ષકારોની રજૂઆત વગેરે લક્ષમાં લઇ હીયરીંગ બાદ જવાબદાર ફૂડ બિઝનેસ ઓપરેટર અને નમૂનો આપનાર પેઢીના માલિક શ્રી આકાશ રાજેન્દ્રભાઇ માંડવીયા તથા ઉત્પાદક પેઢીના માલીક શ્રી જયેશભાઇ ગોકળભાઇ ભૂત સહિતના જવાબદારોને કુલ મળી રૂ.75,000/- નો દંડ ફરમાવેલ છે.

રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર દેવપરા વિસ્તારમાં આવેલ એકોર્ડ હાઇપર માર્ટ (ભગવાન ડેવલોપર્સ) માંથી લીધેલ, સવત્તા ફૂડ પ્રોડકટ્સ, નાની દમણ દ્વારા ઉત્પાદીત ખાદ્યપદાર્થ શ્રીકાન્ત બ્રાન્ડ પ્રીમીયમ ગાયનુ દ્યી (પેકડ) માં અન્ય વેજીટેબલ ફેટની ભેળસેળ હોવાના કારણે સબસ્ટાન્ડર્ડ, તેમજ પેકીંગ પર બેસ્ટ-બીફોર/યુઝ-બાય ડેઇટ ન છાપેલ હોવાથી ફૂડ એનાલિસ્ટશ્રી દ્વારા સદર નમૂનો મીસબ્રાન્ડેડ ફૂડ પણ જાહેર કરવામાં આવેલ. એજયુડીકેટીંગ ઓફીસર અને RAC-ADM  દ્વારા તમામ પુરાવાઓ અને પક્ષકારોની રજૂઆત વગેરે લક્ષમાં લઇ હીયરીંગ બાદ જવાબદાર ફૂડ બિઝનેસ ઓપરેટર શ્રી સતિષભાઇ હંસરાજભાઇ ગજેરાને તથા પેઢીને, તેમજ સપ્લાયર, સુપર સ્ટોકીસ્ટ, માર્કેટર પેઢીને, તથા ઉત્પાદક પેઢીના માલીક  દિલીપભાઇ સવજીભાઇ વાડોદરીયા સહિતના જવાબદારોને કુલ મળી રૂ.1,40,000 નો દંડ ફરમાવેલ છે.

(3:57 pm IST)