Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

મિત્રને મિત્રએ આપેલ ૧૪ લાખની કિંમતના ત્રણ ચેકો રિટર્ન થતાં કોર્ટમાં થયેલ ફરિયાદ

રાજકોટ તા. પઃ અંગત મિત્ર પાસેથી હાથ ઉછીના ૧૪ લાખ લઇને પૈસા પરત કરવાની ચુકવણી પેટે આપેલા ચેક રિટર્ન થતાં જે.એમ.એફ.સી. કોર્ટમાં ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે.

આ કેસની વિગત જોઇએ મહિપાલસિંહ હેમંતસિંહ જાડેજા રહે. રોજીયા એ તેમના અંગત મિતર એવા જાડેજા મયૂરસિંહ ચંદ્રસિંહ મુ. સરધાર તાલુકો, જિલ્લો રાજકોટ વાળાને પૈસાની જરૂર હોય મિત્રતાના દાવે, સબંધના નાતે ચૌદ લાખ રૂપિયાની મદદ કરેલ, આ કામના આરોપી મયૂરસિંહ એ ફરિયાદી મહિપાલસિંહ પાસેથી આ પૈસા તેમના ધંધાના વિકાસ માટે તારીખ રર-પ-ર૦૧૯ના રોજ ૧ર માસનું કહીને લીધેલા. ફરિયાદીએ આ રકમ મિત્ર હોવાના કારણે ને હાથ ઉછીના વગર વ્યાજે આપેલ. જેની આ કામના આરોપી મયૂરસિંહ એ ફરીયાદીને નોટરી સાહેબ સમક્ષ પાકી પહોંચ અને પ્રોમિસરી નોટ બનાવી આપેલ હતી.

અને આ રકમની સલામતી પેટે આ કામના આરોપીએ ફરીયાદીને આઇ.સી.આઇ.સી.આઇ. બેંક, યાજ્ઞિક શાખાના ત્રણ ચેક લખી આપી સહીઓ કરાવી આપેલ. પૈસા પરત કરવાનો સમય થતાં મૌખિક રીતે ફરીયાદી એ આ મયૂરસિંહને જણાવતા મયૂરસિંહએ ફરિયાદીને ઉપરોકત ત્રણેય ચેકો ફરિયાદીને તારીખ ર૩-૯-ર૦ર૦ના પછી ગમે ત્યારે રોજ ચેકો વટાવી લેવાનું જણાવેલ અને આ ચેક નાખશે એટલે ફરિયાદીના પૈસા પરત મળી જશે તેવું પાકું વચન વિશ્વાસ આપેલ. જેથી મયૂરસિંહની આ વાત ઉપર ભરોસો રાખીને ફરિયાદીએ ઉપરોકત ત્રણેય ચેક ફરિયાદીએ પોતાની બેન્કમાં તારીખ ૩/૧૦/ર૦ર૦માં નાખતા તારીખ પ/૧૯/ર૦ર૦ના રોજ અપુરતા ફંડના શેરા સાથે વણવટાવ્યો પરત ફરેલ હતાં.

ઉપરોકત ચેક પરત ફરતા આ કામના તહોમતદારને ફરીયાદીએ વકીલ કુલદીપસિંહ જાડેજા મારફતે તા. ૪/૧૧/ર૦ર૦ ના રોજ રજી. એડી.થી આરોપીના નિયત સરનામે તથા જે તે સમયે આરોપી અન્ય એક ગુનામાં ગોંડલ સેન્ટ્રલ જેલમાં હોય. જેલમાં નોટિસ મોકલાવેલ જે આરોપીને તારીખ ૭-૧૧-ર૦ર૦ના રોજ બજી ગયેલ હોય, આ નોટિસના સામે આરોપી એ પોતાના વકીલ મારફત તદ્દન ઉડાવ જવાબ આપતી નોટિસનો પ્રત્યુતર આપેલ તેમજ ૧પ દિવસનો સમય વીતવા છતાં મયૂરસિંહ એ ચેકની રકમ વસૂલ આપેલ નહીં જેથી આરોપીની પૈસાના દેવાની દાનત છતી થતાં મહિપાલસિંહ એ ત્રણ અલગ અલગ ચેક પરત ફરતા ૧૪ લાખની ચેક રિટર્નની ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે.

આ કેસમાં રાજકોટના વકીલ કુલદીપસિંહ બી. જાડેજા, શિવરાજસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા તથા અશોક ચાન્ડપા રોકાયેલ છે.

(3:19 pm IST)