Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

કુવાડવા જી.આઇ.ડી.સી.ના ગોડાઉનમાંથી કબ્જે થયેલ લાખોના દારૂના કેસમાં જામીન અરજી રદ

રાજકોટ, તા. પ :  કુવાડવા જી.આઇ.ડીસી.એપેક્ષ ફૂડ નામના ગોડાઉનમાંથી રૂ. ૧૧ લાખથી વધુ ના દારૂ પકડાવાના ગુન્હામાં આરોપીની જામીન અરજીને સેસન્સ કોર્ટે રદ કરી હતી.

આ કેસની વિગત એવી છે કે રાજકોટ શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ અમલાદારો દ્વારા તા. ૧ર-૧ર-ર૦ર૦ ના રોજ વહેલી સવારના ૬ વાગ્યાના અરસામાં કુવાડવા જી.આઇ.ડી.સી. પ્લોટ નં. ર૧માં આવેલ એપેક્ષ ફૂડસના ગોડાઉનમાં રેડ કરેલ અને ત્યાંથી એક બંધ બોડીના ટ્રક તથા ચાર ફોન વ્હીલ કાર તથા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો કુલ ર૭૪૮ બોટલ જેની કિંમત રૂ. ૧૧,૩૭,૦૦૦/- જેવી થાય છે તે કબજે કરેલ તથા તે ગુન્હાના કામો આરોપી સુરેશભાઇ કાનજીભાઇ પડીયાની ધરપકડ કરવામાં આવેલ હતી.

રાજકોટ શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ અમલાદારો દ્વારા સુરેશભાઇ કાનજીભાઇ પડીયાની ધરપકડ કરવામાં આવતા તેઓ દ્વારા રાજકોટના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ સમક્ષ જામીન અરજી કરી પોતાને જામીન ઉપર મુકત કરવા અરજી કરેલ હતી.

કોર્ટ સમક્ષ સદરહું કેસની હાલ કોરોનાની સ્થિતિ પ્રવર્તી હોઇ તેનું વર્ચ્યુઅલ હીયરીંગ કરવાામં આવેલ હતું. કોર્ટ દ્વારા પોતાના ચુકાદામાં લખવામાં આવેલ છે કે આ કામે બનાવ સમયે સ્થળ ઉપરથી પંચો રૂબરૂ કબજે કરવામાં આવેલ ટેબલના ખાનામાંથી આરોપી નં. ૧નાએ માલની બીલ્ટી પોલીસને આપેલ તે બીલ્ટી પંચનામા રૂબરૂ કબજે કરવામાં આવેલ જે બોગસ હોવાનું જણાતુ હોઇ પોલીસ દ્વારા ઇ.પી.કો. કલમ ૪૬પ, ૪૬૭, ૪૬૭, ૪૭૧ મુજબનો ઉમેરો કરવામાં આવેલ છે.

આમ આરોપીઓ વિરૂધ્ધ જન્મટીમની સજાને પાત્ર ગુન્હાનો આરોપ છે. અરજદાર/ આરોપી દ્વારા ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આટલા મોટા જથ્થામાં દારૂનો જથ્થો ગુજરાત રાજયમાં પ્રતિબિંધિત વિસ્તારમાં લાવી  રાજયની તિજોરીને નુકશાન પહોંચાડવાનું કૃત્ય કરેલ છે. આરોપીએ વધુ આર્થિક લાભ મેળવવા માટે સદર દારૂનો જથ્થો સહ આરોપીઓ મારફત મંગાવેલ હોઇ રાજયનમાં દારૂબંધી હોઇ રાજકોટ સુધી લાવી રાજયની તિજોરીને મોટુ નુકશાન પહોંચાડવાનું ગંભીર કૃત્ય કરેલ હોઇ તેમજ આરોપીને જામીન ઉપર મુકત કરવામાં આવે તો નાશી ભાગી જાય તેમ હોઇ તેમજ અન્ય બે આરોપીઓના નામ ખુલેલ હોઇ જેઓને પકડવાના બાકી હોઇ તે તમામ સંજોગો જોતા કોર્ટ દ્વારા આરોપીની જામીન અરજી દર કરવાનો હુકમ કરેલ છે. આ કામે સરકાર તરફે સ્પે. પબ્લીક પ્રોસીકયુટર કમલેશ ડોડીયા દ્વારા દલીલો કરવામાં આવેલ હતી.

(3:18 pm IST)