Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

રાજકોટ સહિત ૭ હાઇવે ઉપર વેટ મોબાઇલ સ્કવોડનો સપાટો એક મહિનામાં ૪પ ટ્રક ઇ-વે બીલ વગર જતી ઝડપી લીધી

મોરબી-સુરેન્દ્રનગાર-ધ્રાંગધ્રા-ગોંડલ-ઉપલેટા-ધોરાજી હાઇવે ઉપર ચેકીંગની ધોસ : સિરામીક-સ્ક્રેપ-મશીનરી પાર્ટસ ટેક્ષ ભર્યા વગર બારોબાર મોકલાતા'તાઃ ૧ કરોડ ૭૦ લાખની વસુલાત : કરોડોનો માલ સીઝ કરાયો અનવેષણના ડે. કમિશ્નર હિતેષ વર્માની સફળ કામગીરી

રાજકોટ તા. પ : રાજકોટ વેટની અનવેષણના વીંગના ડે. કમિશ્નર શ્રી હિતેષ વર્માએ સપાટો બોલાવી ઇ-વે બીલ ભર્યા વગર કરોડોનો માલ લઇ જતી કુલ ૪પ ગાડી-ટ્રક ઝડપી લઇ -કરોડોનો માલ સીઝ કરી એક મહિનામાં ૧ કરોડ ૩૦ લાખની ટેક્ષની વસુલાત કરી લીધાનું જાણવા મળે છે.

અધિકારી સુત્રોના જણાવ્યા મુજબ ચોકકસ બાતમી બાદ ડીસેમ્બર મહિનામાં અનવેષણ-દરોડા વીંગના સુકાની શ્રી હિતેષ વર્માની સુચના બાદ તેમની ટીમે રાજકોટ-મોરબી-સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા-ગોંડલ-ઉપલેટા, ધોરાજી હાઇવે ઉપર આ મોબાઇલ સ્કવોર્ડ સતત સઘન ચેકીંગની ધોસ બોલાવી કુલ ૪પ ગાડીનો ઇ-વે-બીલ ભર્યા વગર જતી ઝડપી લીધી હતી એક મહિનામાં ૪પ ગાડીમાં સિરામીર-સ્ક્રેપ - મશીનરી પાર્ટસનો કરોડોનો માલ બહાર ધકેલાતો હતો તે સીઝ કરી તમામ પાર્ટી પાસે થઇને કુલ ૧ કરોડ ૭૦ લાખની ટેક્ષ ચોરીની વસુલાત કરી લીધી હતી શ્રી વર્માની  ચેકીંગ ટીમમા એ.એમ. સોલંકી, એમ.ગોહીલ તથા ગોપેશ બારોટનો સમાવેશ થાય છે. આ અધીકારીઓએ ૧ મહિનામાં ૪પ ગાડી પકડી લઇ પોણા બે કરોડની ટેક્ષની વસુલાત કરી લીધી છે.

(3:13 pm IST)