Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

ચીલઝડપના ગુનામાં બે વર્ષથી ફરાર કિશન ઉર્ફે કિશો ઝડપાયો

આજી ડેમ પોલીસે પોકેટ કોપ એપ્લીકેશનની મદદથી દબોચ્યો

રાજકોટ, તા., ૫: શહેરના સામાકાંઠે વિસ્તારમાં ચીલઝડપના ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા શખ્સને બી ડીવીઝન પોલીસે પકડી લીધો હતો.મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા તથા એસીપી એચ.એલ.રાઠોડની સુચનાથી બી ડીવીઝન પોલીસ મથકના પીઆઇ વી.જે.ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એમ.ઝાલા, હેડ કોન્સ. ઇન્દ્રસિંહ ઝાલા, કૌશેન્દ્રસિંહ ઝાલા, શૈલેષભાઇ નેચડા, કુલદીપસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, ભીખુભાઇ મૈયડ તથા ઉમેદભાઇ ગઢવી સહીત પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ. ઇન્દ્રસિંહ અને ઉમેદભાઇને મળેલી બાતમીના આધારે પોકેટકોપ  એપ્લીકેશનની મદદથી ચીલઝડપના ગુનામાં બે વર્ષથી નાસતા-ફરતા કિશન ઉર્ફે કિશો છગનભાઇ ચારોલીયા (ઉ.વ.ર૮) (રહે. હલેન્ડા ગામ સરકારી કવાર્ટર)ને પકડી લીધો હતો.

(3:12 pm IST)