Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

સંતકબીર રોડ પર તીનપતિનો જુગાર રમતા ત્રણ પકડાયા

કનૈયાલાલ, સાહીલ અને ભરતની ધરપકડ

રાજકોટ, તા.પ : શહેરના સંતકબીર રોડ પર જાહેરમાં તીનપતિનો જુગાર રમતા ત્રણ શખ્સોને બી-ડીવીઝન પોલીસે પકડી લીધા હતાં.

મળતી વિગત મુજબ બી-ડીવીઝન પોલીસ મથકના પી.આઇ. એમભ.બી. ઔસુરાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.એફ. ડામોર, એએસઆઇ વિરમભાઇ ધગલ, સલીમભાઇ માડમ હેડ કોન્સ. અજયભાઇ બસીયા, કોન્સ. હેમેન્દ્રભાઇ વાવીયા, સિરાજભાઇ ચાનીયા, સંજયભાઇ, પરેશભાઇ, જયદીપસિંહ, મનોજભાઇ, મીતેશભાઇ તથા પરેશભાઇ સહિત પેટ્રોલીંગમાં હતાં ત્યારે હેડ કોન્સ. અજયભાઇ, જયદીપસિંહ અને મીતેશભાઇને મળેલી બાતમીના આધારે સંતકબીર રોડ શકિત ટી સ્ટોલ પાસે જાહેરમાં જુગાર રમતા કનૈયાલાલ શાંતિલાલભાઇ બોસમીયા (રહે. આશ્રમ રોડ સદગુરૂ સોસાયટી), સાહિલ નુરમહંમદભાઇ જુણેજા (રહે. ભીસ્તીવાડ શેરી નં.-૬) અને ભરત પરસોત્તમ સોજીત્રા (રહે. ભીમા લુણાગરીયા વાળી શેરી-ભાવનગર રોડ)ને પકડી લઇ રૂ.૧રર૪૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

(3:11 pm IST)