Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

ઉતરાયણના તહેવાર પૂર્વે ચાઇનીઝ દોરીનું વેચાણ કરનાર જગદીશ પકડાયો

રાજકોટ, તા.પ : મકર સંક્રાંતિના તહેવાર પૂર્વે ચાઇનીઝ દોરીનું વેચાણ કરનારા સામે પોલીસે કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે ત્યારે ખોખડદળ નદીના કાંઠે વેલનાથ જડેશ્વર ખાણ પાસે ચાઇનીઝ દોરીનું વેચાણ કરનારા શખ્સને પકડી લીધો છે.

મળતી વિગત મુજબ આજીડેમ પોલીસ મથકના પીઆઇ વી.જે. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એમ. ઝાલા હેડ કોન્સ. ઇન્દ્રસિહં જાડેજા, કૌશેન્દ્રસિંહ જાડેજા, કોન્સ. કુલદીપસિંહ જાડેજા, શૈલેષભાઇ, ધર્મેન્દ્રભાઇ સહિત પેટ્રોલીંગમાં હતાં ત્યારે ખોખડદળ નદીના કાંઠે વેલનાથ જડેશ્વર ખાણના કાંઠા પાસેથી જગદીશ રઘુભાઇ ધરજીયા (રહે. જડેશ્વર ખાણ પાસે) ને રૂ. ૬૦૦ની કિંમતની ચાઇનીઝની ત્રણ ફીરકી સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:10 pm IST)