Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

સ્કોલરશીપ હાજર છેઃ મોભાદાર કારકિર્દી બનાવો અને માન-પ્રતિષ્ઠા મેળવો

ધોરણ ૧ર અને ૧ર, ITI પોલિટેકિનક, ડીપ્લોટમાં તથા ગ્રેજયુએશનના શિક્ષણ માટે શિષ્યવૃતિ : બી.ઇ./બી.ટેક./એમ.ઇ./એમ.ટેક./ ઇલેકટ્રીકલ એન્ડ ઇલેકટ્રોનિકસ એન્જીનીયરીંગ પાસ કરેલ ઉમેદવારો માટે પણ ફેલોશીપ ઉપલબ્ધ

રાજકોટ તા. પ : ઉચ્ચ અભ્યાસ અને ઉચ્ચ કારકિર્દી માટે જો સ્કોલરશીપ-રૂપે સહયોગ મળી જાય તો ચોક્કસપણે સોનામાં સુગંધ ભળી જાય. દિવસે-દિવસે શિક્ષણનું તથા સંશોધનનું મહત્વ ખૂબજ વધતું જાય છે. શિક્ષણ અને જ્ઞાનનો જીવનમાં -સમાજમાં કોઇ પર્યાય નથી. આપણી પાસે શિક્ષણ અને જ્ઞાન હોય તો સતત માન-પ્રતિષ્ઠા-પૈસા મળતા રહે છે. હાલમાં ઉપલબ્ધ શિષ્યવૃતિઓ ઉપર એક નજર કરીએ તો....

 પિયાજીયો ''શિક્ષા સે સમૃદ્ધિ'' સ્કોલરશીપ ફોર કલાકસ ૧૦/૧ર પાસ સ્ટુડન્ટસ ર૦ર૦-ર૧ અંતર્ગત પિયાજીયો વ્હીકલ્સ પ્રાઇવેટ લિમિટેડ, તિથહિયા સમુદાયના ડ્રાઇવર્સ/માલિકોના ધોરણ ૧૦ અને૧ર પાસ બાળકો પાસેથી અરજી મંગાવે છે. ધોરણ ૧૧ અને ૧ર, આઇટીઆઇ, પોલિટેકનિક, ડીપ્લોમાં તથા સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે આ સ્કોલરશીપ આપવામાં આવે છે.

-અરજી કરવા માટેની પાત્રતા

આ સ્કોલરશીપથી -વ્હીલર, ચલાવતા ડ્રાઇવર્સ/માલિકોના બાળકો/આશ્રિતોને આપવામાં આવે છે. ધોરણ ૧૦/૧ર પાસ વિદ્યાર્થીઓ કે જેઓ ઓછામાં ઓછા  પપ ટકા સાથે (ધોરણ ૧૧/૧રમાં ભણવા માટે ૬૦ ટકા) ઉતિર્ણ થયા છે. તેઓ અરજીપાત્ર છે.

ઉપરાંત તેઓ ભારતમાં માન્યતા પ્રાપ્ત સંસ્થાનોમાં ધોરણ ૧૧/૧ર/ITI/પોલિટેકિનક/ડીપ્લોટમાં શિક્ષણ લેતા હોવા જોઇએ. તેઓના પરિવારની વાર્ષિક આવક ૩ લાખ રૂપિયા કે તેથી ઓછી હોવી જોઇએ. પસંદ થનાર વિદ્યાર્થીઓને કુલ ફીના ૮૦ ટકા અથવા વધુમાં વધુ વાર્ષિક ર૦ હજાર રૂપિયા સુધીની શિષ્યવૃતિ મળવાપાત્ર થશે. ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ ૩૧/૧/ર૦ર૧ છે.

-અરજી કરવા માટે લીંક

www.b4s.in/akila/PSD1

 NIT વારંગલ ડીપાર્ટમેન્ટ ઓફ ઇલેકટ્રીક એન્જીનીયરીંગ જુનિયર રીચર્સ ફેલોશીપ ર૦ર૦ અંતર્ગત નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (NIT) વારંગલા દ્વારા બી.ઇ./બી.ટેક./એમ.ઇ./એમ.ટેક. ડીગ્રી ધારકો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. આ ફેલોશીપ પ્રત્યોજીત પ્રોજેકટ એન્ડ ઇન્વેસ્ટીગેશન એન્ડ ઇમ્પ્લીમેન્ટેશન ઓફ મોડલ પ્રેડીકટીવ કંટ્રોલ સ્ટ્રેટેજીસ ટુ અ મલ્ટી-ફેઝ પરમેનન્ટ મેગ્નેટ સિંફ્રોનસ મોટર ફોર ફોટોવોલ્ટેક બેઝડ હાઇબ્રીડ ઇલેકટ્રીક વ્હીકલ એપ્લીકેશન્સ વિથ રીડયુસ્ડ ટોર્ક રીપ્પલ માટે આપવામાં આવશે.

-અરજી કરવા માટેની પાત્રતા

જે વિદ્યાર્થીઓ પાસે ઇલેકટ્રીકલ એન્જીનીયરીંગ અથવા ઇલેકટ્રીકલ અને ઇલેકટ્રોનીકસ એન્જીનીયરીંગમાં બીઇ/બી.ટે અથવા તેની સમકક્ષ, ડીગ્રી હોય તેઓ અરજીપાત્ર છે. ઉપરાંત  GATE ના માન્ય સ્કોર સાથે ઇલેકટ્રીકલ ડ્રાઇવ અને કન્ટ્રોલ/પાવર ઇલેકટ્રોનિકસ/ઇન્ડસ્ટ્રીયલ ડ્રાઇવ અને કંટ્રોલ/ઇલેકટ્રીકલ એન્જીનીયરીંગમાં એમ.ઇ.એમ.ટેક.ની ડીગ્રી જરૂરી છે. પસંદ થનાર ઉમેદવારોને માસિક ૩પ હજાર રૂપિયા સુધીની શિષ્યવૃતિ મળશે. માત્ર ઇ-મેઇલ દ્વારા અરજી કરવાની અંતિમ તારીખ ૮/૧/ર૦ર૧ છે.

-અરજી કરવા માટેની લીંક

 www.b4s.in/akila/NTW2

 VRDE-DRDO ડીસીપ્લીન ઓફ કમ્પ્યુટર સાયન્સ જુનિયર રીસર્ચ ફેલોશીપ ર૦ર૦ અંતર્ગત ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) એમ.ઇ./એમ.ટેક./બી.ટેક ડીગ્રી ધારકો પાસેથી અરજી મંગાવે છે.

-અરજી કરવા માટેની પાત્રતા

ર૮ વર્ષથી નીચેના ઉમેદવારો તથા પ્રથમ વર્ગ સાથે વ્યવસાયિક શિક્ષણ (બી.ઇ./બી-ટેક.) માં સ્નાતક ડીગ્રી ધરાવનાર અરજીપાત્ર છે. ઉપરાંત NET/GATE પાસ સાથે અનુસ્નાતક (એમ.ઇ./એમ.ટેક)ની ડીગ્રી પણ પ્રથમ વર્ગ સાથે જરૂરી છે. શિષ્યવૃતિ માટે પસંદ થનાર વિદ્યાર્થીને માસિક ૩૧ હજાર રૂપિયા તથા અન્ય લાભો મળવાપાત્ર થશ.ે  ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ ૧૧/૧/ર૦ર૧ છે.

-અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/RDF4

ઉજ્જવળ ભવિષ્ય બનાવી આપતી સ્કોલરશીપ હાજર છે. ત્યો યોગ્ય લાયકાત, સ્વપ્રયત્ન, હકારાત્મક અભિગમ, સ્વપ્રયત્ન, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રદ્ધા રાખીને જલ્દીથી અરજી કરી દો. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે.સૌને ઓલ ધ બેસ્ટ.

સ્માઇલીંગ સ્ટાર એડવાઇઝરી પ્રા.લી.

www.buddy 4 study.com

info@buddy4study.com

(3:10 pm IST)