Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

સ્વ.અભયભાઈની સ્મૃતિમાં રાધે યુવા ગ્રુપ રકતદાન કેમ્પ : ૧૦૩૪ બોટલ રકત એકત્ર

રાજકોટ : રાધે યુવા ગ્રુપ ભગવતીપરા દ્વારા સાંસદ, પ્રખર ધારાશાસ્ત્રી, સમાજ સેવક સ્વ.અભયભાઈ ભારદ્વાજને શ્રદ્ઘાંજલી અર્પવા મહારકતદાન કેમ્પ ભગવતીપરા આહીર સમાજની વાડી ખાતે યોજવામાં આવતા ૧૦૩૪ બોટલ રકત એકત્ર થયેલ. જે જરૂરતમંદ દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકને અર્પણ કરવામાં આવી હતી. ભારદ્વાજ પરીવારના તમામ સભ્યો આ રકતદાન કેમ્પ ઉદ્દઘાટન સમયે ઉપસ્થિત રહ્યા હતા. અભયભાઇની જીવન ઝરમર વિષે એક વિડીયો કલીપના માધ્યમથી સૌને એમની સ્મૃતિ જીવંત થઈ હતી. રાધે યુવા ગ્રુપ તથા આહીર અગ્રણી દિલીપભાઈ બોરીચાના આ સેવાકાર્યમાં  આહિર સમાજના અગ્રણી લાભુભાઈ ખીમાણીયા, જીલ્લા ભાજપ મહામંત્રી નાગદાનભાઈ ચાવડા, માલવીયા કોલેજ ટ્રસ્ટી ઘનશ્યામભાઈ હેરભા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી. પી. વૈષ્ણવ, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, ભાજપ અગ્રણી પરેશભાઈ પીપળીયા, અશ્વિનભાઈ મોલીયા, યુવા ભાજપ અગ્રણી પ્રદીપભાઈ ડવ, શૈલેષભાઈ ડાંગર, જે. ડી. ડાંગર, યુવા ઉદ્યોગપતિ મૌલિકભાઈ રાઠોડ તથા ટીનાભાઈ બોરીચા સહિતનાઓની પ્રેરક હાજરી રહી હતી. આ તકે જામનગરના સાંસદ પૂનમબેન માડમ તથા જવાહરભાઇ ચાવડાએ પણ શુભેચ્છા પાઠવી હતી. હસુભાઈ અને અશ્વિનભાઈ (શકિતમાન ગ્રૃપ) તથા અજીતભાઈ બોરીચા તરફથી તમામ રકતદાતાઓને ગીફ્ટ આપીને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. રકતદાન કેમ્પને સફળ બનાવવા આહીર સમાજની તમામ સંસ્થાઓ રાજકોટ આહિર બોડીંગ, આહીર સમાજ સમૂહ લગ્ન સમીતી, આહિર કર્મચારી મંડળ, સુભાષ કન્યા છાત્રાલય-પરાપીપળીયા, આહીર સ્ટુડન્ટ વેલ્ફેર ગ્રુપ તથા ભગવતીપરાના વિજયવંત ગૌશાળા, દ્વારકેશ ગ્રુપ, ક્રિષ્ના ગ્રુપ , માધવ ગ્રુપ , સુખસાગર ગૌશાળા, શ્રીકૃષ્ણ ગ્રુપ, વાલ્મીકી સમાજ સુખસાગર, બાલાજી ગ્રુપ તથા રાજકોટના ડી. એચ. કોલેજ કેમ્પસ ક્રિકેટ ગ્રુપ, બાપા સીતારામ ગ્રુપ મોરબી રોડ, ગીલાભાઈ આહીર ગ્રુપ ગોંડલ રોડ, પુરુષાર્થ યુવક મંડળ, સંગે શ્યામ ગ્રુપ કોઠારીયા, મવડી પ્લોટ - નહેરુ નગર આહીર સમાજ, શ્રીનાથજી આહીર સમાજ, નાગડાવાસ આહીર સમાજ સહિતની વિવિધ સંસ્થાઓ, શહેર ભાજપ તથા વોર્ડ નં. ૪ ભાજપ ટીમ, ભાજપ મહિલા મોરચા તથા હિન્દી-ગુજરાતી ફિલ્મ સ્ટાર, સાહિત્યકારો, લોકગાયકો તથા ક્રિકેટર ઈરફાન પઠાણ સહિતનાઓનો આ કેમ્પના પ્રચાર તથા સફળ બનાવ સહયોગ રહ્યો હતો. અંતમાં જીજ્ઞેશભાઈ સોનારાએે આભારવિધિ કરી હતી.

(3:09 pm IST)