Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

વિવિધ ક્ષેત્રે સેવા આપનાર નાગરિક બેંકના ડેલિગેટ્સોનું સન્માન

રાજકોટઃ રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા બેંકની હેડ ઓફિસ, અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય ખાતે બેંકની ૬૭મી વાર્ષિક સાધારણ સભા  બાદ યોજાયેલ સન્માન સમારોહમાં વર્ષ ૨૦૧૯- ૨૦૨૦ દરમ્યાન વિવિધ ક્ષેત્રે સેવા આપનાર, વિવિધ પદથી સંસ્થાનું નામ રોશન કરનાર બેંકના ડેલિગેટ્સનું જાહેર સન્માન કરાયેલું હતું.

ડો. જીતેન્દ્રભાઇ અમલાણી (AIMS-રાજકોટની કમીટી સદસ્ય), જયોતીન્દ્રભાઇ મહેતા (ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેંકસ ફેડરેશનમાં ચેરમેન તરીકે નિમણુંક), કલ્પકભાઇ મણીઆર (ગુજરાત સરકારની મહિલા ઉત્કર્ષ યોજનામાં કમીટી સદસ્ય તરીકે નિમણુંક), ગીરીશભાઇ દેવળીયા (ગુજરાત સ્વનિર્ભર શાળાઓની ફી નિયમન સમીતી એફઆરસીમાં સદસ્ય તરીકે નિમણુંક), પ્રદીપભાઇ જૈન (ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં એકઝીકયુટીવ કમીટી મેમ્બર), ડો. બળવંતભાઇ જાની (કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા 'ભારતીય ભાષા વિશ્વવિદ્યાલય ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટ્રાન્સલેશન એન્ડ ઇન્ટર પ્રીટેશન' સંસ્થાનની રચના માટેની કમીટીના સદસ્ય), હસમુખભાઇ હિંડોચા (ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેંકસ ફેડરેશનમાં ડિરેકટર), નરેશભાઇ કેલા (ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં એકઝીકયુટીવ કમીટી મેમ્બર), પંકજભાઇ રાવલ (પત્રકારીત્વમાં ગોલ્ડમેડલ), હરેશભાઇ પરસાણા (કોર્પોરેટર-જુનાગઢમ્યુનીસીપલ કોર્પોરેશન), પલ્લવીબેન ઠાકર (કોર્પોરટર-જુનાગઢ મ્યુનીસીપલ કોર્પોરેશન)ને શાલ ઓઢાડી - પુસ્તક અર્પણ કરી સન્માનિત કરાયેલા હતા.

સમારોહની શરૂઆત ભારત માતા અને અરવિંદભાઇ મણીઆરની તસવીરની મહાનુભાવો દ્વારા રિમોટથી દિપ પ્રાગટ્યથી થઇ હતી. પ્રવીણસિંહ રાઠોડે સહકાર મંત્રનું પઠન કયું હતું. આભાર દર્શન જીવણભાઇ પટેલે અને સંચાલન રજનીકાંત રાયચુરાએ કર્યું હતું.

આ સમારોહમાં ડો. સંજીવભાઇ ઓઝા (રાજકોટ વિભાગ સંચાલક-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, પૂર્વ વાઇસ ચાન્સલેર- ગુજરાત આર્યુવેદ યુનિવર્સિટી ), નલિનભાઇ વસા (ચેરમેન), જીવણભાઇ પટેલ (વાઇસ ચેરમેન), ડિરેકટરગણમાંથી જયોતીન્દ્રભાઇ મહેતા (પૂર્વ ચેરમેન), કલ્પકભાઇ મણીઆર (પૂર્વ ચેરમેન), ટપુભાઇ લીંબાસીયા (પૂર્વ વાઇસ ચેરમેન), ડાયાભાઇ ડેલાવાળા (પૂર્વ વાઇસ ચેરમેન), અર્જુનભાઇ શિંગાળા, હરિભાઇ ડોડીયા, ગીરીશભાઇ દેવળીયા, શૈલેષભાઇ ઠાકર, જીમ્મીભાઇ દક્ષીણી, દીપકભાઇ મકવાણા, હંસરાજભાઇ ગજેરા, રાજશ્રીબેન જાની, કાર્તિકેયભાઇ પારેખ, પ્રદીપભાઇ જૈન, કિર્તીદાબેન જાદવ, બાવનજીભાઇ મેતલિયા, ચંદ્રેશભાઇ ધોળકીયા, વિનોદ શર્મા (સીઇઓ-જનરલ મેનેજર), વિ.ઉપસ્થિત રહ્યા હતા.

(3:08 pm IST)