Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

ભાજપ અનુ.જાતિ મોરચા દ્વારા ધારાસભ્ય આત્મારામભાઇ પરમારનું સન્માન

રાજયના પુર્વ મંત્રી અને ગઢડા (સ્વામી)ના ધારાસભ્ય આત્મારામભાઇ પરમાર રાજકોટની મુલાકાતે આવતા ભાજપ અનુસુચિત મોરચા દ્વારા સન્માન કરાયુ હતુ. શહેર ભાજપ ઉપપ્રમુખ અને મોરચાના પ્રભારી મશેશભાઇ રાઠોડ, મહામંત્રી નાનજીભાઇ પારઘી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મોહનભાઇ દાફડા, પૂર્વ દંડક શામજીભાઇ ચાવડા, પૂર્વ કોર્પોરેટર અનિલભાઇ મકવાણા, શોભિતભાઇ પરમાર, મોહનભાઇ ગોહેલ, મહાનગરપાલીકા પછાત વર્ગ કર્મચારી મંડળના પ્રમુખ અશોકભાઇ રાઠોડ, ચેમ્બર ઓફ કોમર્સના ડીરેકટર ગીરીશભાઇ પરમાર તેમજ મોન્ટુ વિસરીયા, અનિલભાઇ શ્રીમાળી, અશોક સોલંકી, દિપકભાઇ જાદવ, રાજેશ સોલંકી, પ્રકાશ ચાવડા, જયેન્દ્ર બોખાણી, રમેશભાઇ સોઢા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:07 pm IST)