Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

વોર્ડ નં. ૧૧માં અભયભાઇને અંજલીઃ બોરીચા પરિવાર દ્વારા વડીલ વંદના

રાજકોટ : રાજયસભના સભ્ય, રાષ્ટ્રીય લો કમિશનના ભૂતપૂર્વ સભ્ય અન પ્રખર ધારાશાસ્ત્રી સ્વ. અભયભાઇ ભારદ્વાજની માસીક પ્રથમ પુણ્યતિથી નિમિતે શહેરના વોર્ડ નં. ૧૧ માં ભાજપ પરિવાર દ્વારા શ્રધ્ધાંજલી સભા યોજવામાં આવી હતી. તેમજ સ્વ. શ્રી રતિભાઇ, બોરીચા, પરિવાર દ્વારા વડીલોનું સન્માન કરીને વડીલ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, પૂર્વ મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, પૂર્વ નાયબ મેયર અશ્વિનભાઇ મોલીયા, સર્વશ્રી રાજુભાઇ બોરીચા, પ્રવિણભાઇ પાઘડાર, જયોતિબેન ટીલવા, સંજયભાઇ પીપળીયા, વૈશાલીબેન સોરઠીયા, પ્રદિપભાઇ ડવ, નરશીભાઇ કાકડીયા, સંજયભાઇ દવે, રાજુભાઇ ભટ્ટ, વિનુભાઇ સોરઠીયા, સંજયભાઇ બોરીચા, હરસુખભાઇ માકડીયા, મુકેશભાઇ પંડિત, આમદાનભાઇ ખાદા, સાધાભાઇ સવસેટા, જયદીપ વસોયા, વૈભવ બોરીચા, જાની અદા, ફર્નાન્ડીસ પાડલીયા, ધર્મેશ સોલંકી, હિતેશ મુંગરા, હિતેન્દ્ર ઘેટીયા, જયેન્દ્ર કંટેસરીયા, રણજીત સાગઠીયા, રાજુભાઇ રાઠોડ, શૈલેષ શીંગાળા, ભરતભાઇ શીંગાળા, વિજયભાઇ કોરાટ, મોહનભાઇ પાંભર, ગોવિંદભાઇ રાણપરીયા, ગોવિંદભાઇ વિરડીયા, પ્રિતેશભાઇ ભુવા, પ્રવિણ ઠુમ્મર, રસીકભાઇ મુંગરા, મહેશભાઇ પીપળીયા, ચમનભાઇ સીંધવ, જીતુ ધામેલીયા, દિલીપ રામાણી, સુનિલ સાગઠીયા, પ્રવિણ સોજીત્રા, હિનાબેન પરમાર, પલ્લવીબેન પોપટ, હેમીબેન ભલસોડ, નિર્મળાબેન પીપળીયા, રેખાબેન માણાવદરીયા, ભાનુબેન રામાણી, સ્મીતાબેન ગાજીપરા, ડોલીબેન વિગેરે સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.

(3:07 pm IST)