Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

કોઠારીયાના ૧૩ આસામીઓ સામે તોળાતા લેન્ડ ગ્રેબીંગ એકટના પગલા

તાલુકા મામલતદાર કથીરીયા દ્વારા સર્વે નં. ૩પરની ૬પ૦ ચો.મી. સરકારી જમીન અંગે મહત્વનો ચુકાદો : ભાડૂઆત-મકાન માલીકોએ સરકારી જમીન ઉપર આખુ કોમ્પ્લેક્ષ ખડકી દીધુ : તમામને કુલ ૬ લાખનો દંડ ફટકારાયો : તાલુકા મામલતદાર હવે એસડીએમને રીપોર્ટ કરશે એસડીએમ કલેકટરને રીપોર્ટ આપશે બાદ ફોજદારી : હાલ ભાડુઆતો અને ભાગી છુટેલા મકાન માલીકો શોધી નિવેદનો લેવાનું શરૂ કરાયું

રાજકોટ તા. પ :.. કોઠારીયામાં ગોંડલ હાઇવે ઉપર આવેલ માલધારી ફાટક પાસે ૬પ૦ ચો. મી. સરકારી જમીન ઉપર દબાણ કરનાર ૧૩ જેટલા આસામીઓ સામે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ આકરા પગલા તોળાઇ રહ્યાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. આ બાબતે રાજકોટ તાલુકા મામલતદાર શ્રી કથિરીયા અને તેમની ટીમ વિસ્તૃત તપાસ કરી સીટી પ્રાંત -ર ને રીપોર્ટ કરનાર છે, અને સીટી પ્રાંત-ર શ્રી ચરણસિંહ ગોહીલ આ પછી કલેકટરને રીપોર્ટ કરશે તેમ સુત્રો ઉમેરી રહ્યા છે.

સમગ્ર કેસની વિગતો આપતા તાલુકા મામલતદાર શ્રી કથીરિયાએ પત્રકારો સાથેની વાતચીતમાં પોતે આપેલા મહત્વના ચૂકાદા અંગે જણાવ્યું હતું કે ગોંડલ હાઇવે કોઠારીયા માલધારી ફાટક પાસે સહકારી જમીન સર્વે નં. ૩પર ની સરકારી ખરાબો કુલ ૬પ૦ ચો. મી. જગ્યા ઉપર દબાણ ખડકી દઇ આખુ કોમ્પલેક્ષ ઉભુ કરી દેવાયું હતું. અને ત્યાં ૧૩ આસામીઓ કે જેમાં ભાડૂતો અને મકાન માલીકો છે તે જુદો જુદો પ્રકારનો ધંધો કરી રહ્યા હતા, આ પછી આ દબાણકર્તાઓને નોટીસો અપાઇ, અને મહેસૂલી કાયદા-૬૧ મુજબ પહેલી મુદત ૧૧-૪-ર૦૧૯ ના રોજ પડી, એ પછી ઉતરોતર અન્ય ૪ મુદતો પડી હતી.

મામલતદાર શ્રી કથીરિયાએ પત્રકારોને જણાવ્યું હતું કે, આ દેશની સુનાવણી દરમિયાન સર્વેયર - ડીઆઇએલઆર દ્વારા માપણી સહિતની કાર્યવાહી કરાઇ, જેમાં ઉપરોકત ૬પ૦ ચો. મી. જમીન ૧૦૦ ટકા સરકારી હોવાનું ફલીત થયું હતું.

શ્રી કથીરિયાએ જણાવેલ કે, ઉપરોકત જમીનમાં મહેસુલ કાયદાની કલમ-૬૧ મુજબ સામાવાળા સમક્ષ પેરા કદમી કેસ સ્ટાર એન્ટરપ્રાઇઝ માલધારી ફાટક સામે કેસ દાખલ કરવામાં આવેલ, ત્યારબાદ નોટીસો ફટકરાઇ, પહેલી મુદત ૧૧-૪-ર૦૧૯ અને ત્યારબાદ ૩૦-૪-ર૦૧૯, ૧૬-પ-ર૦૧૯,  ર૧-પ-ર૦૧૯ ની મુદતો અપાયેલ., પરંતુ કોઇ હાજર રહ્યુ ન હતું. અને ત્યારબાદ કલેકટરને માપણી અંગે દરખાસ્ત કરાયેલ, અને ડીઆઇએલઆર દ્વારા ર-૭-ર૦ર૦ થી માપણી સીટ રજૂ કરાયું હતું. આ પછી પણ ૩૦-૭-ર૦ર૦, ૧પ-૧૦-ર૦ર૦, રર-૧૦-ર૦ર૦ અને ર૯-૧૦-ર૦ર૦ ની ફેર મુદત અપાઇ હતી, પરંતુ સ્ટાર એન્ટરપ્રાઇઝ તરફથી કોઇ હાજર નહી રહેતા, આખરે સરકારી ખરાબો જમીન સાબીત માની. સામાવાળાને દબાણ ખુલ્લુ કરવા હુકમો કરાયા છે.

મામલતદાર શ્રી કથીરિયાએ આ હુકમ બાદ સર્કલ ઓફીસર અને તલાટીને આદેશો કરી દંડની રકમ વસુલ કરવા, અને તાજેતરમાં  સરકારે લાગુ કરેલ ધી ગુજરાત લેન્ડ ગ્રેબીંગ, બીલ-ર૦ર૦ કાયદાની જોગવાઇ અન્વયે દિવસ-૭ માં ધોરણસરની દરખાસ્ત રજૂ કરવા પણ જણાવી દિધુ છે.

આજે શેડ-કોમ્પલેક્ષ ઉભુ થઇ ગયું તેમાં ૧૩ આસામીઓ દ્વારા અમન એગ્સ સેન્ટર, બોમ્બે હેર ડ્રેસર, બંસી સેલ્સ એજન્સી, શિવશકિત ફુટવેર હોલ, ડિલકસ પાન, આશાપુરા મોબાઇલ હાઉસ, શિવશકિત ગાંઠીયા અને પુરી-શાક, વિરાજ એન્જી. વર્કસ, વી. કે. ઇન્ડસ્ટ્રીઝ, જય ખોડીયાર સ્ટીલ, સ્ટાર એન્ટરપ્રાઇઝ, જે. કે. ઇન્ડસ્ટ્રીઝ, અને મિલન મશીન ટુલ્સના નામે બીઝનેસ શરૂ કરી દિધો હોવાનું પણ બહાર આવ્યું છે. (પ-રપ)

જેમણે દબાણ કર્યુ અને ૬ લાખનો દંડ ફટકારાયો તે ૧૩ કોઠારીયાના આસામી

નામ

કેટલી જમીન

દંડની રકમ

કરીમ લીંગડીયા

પ૦ ચો.મી.

૩રપ૦૦

રામજન્મ શર્મા

૬૦ ચો.મી.

૩ર૦૦૦

સારા જીજ્ઞેશ

૬૦ ચો.મી.

૩૯૦૦૦

પ્રવિણ પ્રજાપતિ

પ૦ ચો.મી.

૩રપ૦૦

વિરેન્દ્ર વાળા

પ૦ ચો.મી.

૩રપ૦૦

જાડેજા પ્રતિપાલસિંહ

પ૦ ચો.મી.

૩રપ૦૦

નામ

કેટલી જમીન

દંડની રકમ

સિધ્ધાર્થ ડાંગર

પ૦ ચો.મી.

પ૬પપ૦

હરદેવસિંહ જાડેજા

પ૦ ચો.મી.

પ૬પપ૦

કમલેશ રામાણી

પ૦ ચો.મી.

પ૬પપ૦

રવિભાઇ કાકડીયા

પ૦ ચો.મી.

પ૬પપ૦

સ્ટાર એન્ટર પ્રાઇઝ

પ૦ ચો.મી.

પ૬પપ૦

હરિભાઇ શર્મા

પ૦ ચો.મી.

પ૬પપ૦

કમલેશ રામાણી

પ૦ ચો.મી.

પ૬પપ૦

(3:04 pm IST)