Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

દોસ્ત દોસ્ત ના રહાઃ મંડળી સંચાલકના ૧ા કરોડ ચાંઉ કરી માથે જતાં સંજય ઉર્ફ એસ્ટ્રોને ખૂનની ધમકી દીધીઃ ધરપકડ

બહુ ગાજેલા પ્રકરણમાં અંતે મામલો ક્રાઇમ બ્રાંચમાં પહોંચ્યોઃ ગુનો દાખલ થયો : ન્યુ જાગનાથ પ્લોટમાં રહેતાં દિપકસિંહ રાઠોડની ફરિયાદ પરથી ગુનોઃ એક સમયે કરોડોમાં આળોટતો એસ્ટ્રોન મસમોટા દેણાના ડુંગરમાં દબાતાં લાંબા સમયથી ગામ મુકી ગાયબ થઇ ગયો છેઃ સવા કરોડ સામે સિકયુરીટી પેટે આપેલા મિલ્કતના દસ્તાવેજો પણ નામે ન કર્યા : અમદાવાદ, મુંબઇ, ગોવા હરતો-ફરતો રહ્યોઃ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી : સગા સંબંધીઓ પાસેથી લઇને શરાફી વ્યાજ ૧ા ટકે ૧ા કરોડ દીધા'તા

રાજકોટ તા. ૫: શહેરમાં અગાઉ બહુ ગાજેલા પ્રકરણમાં અંતે ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. એક સમયે કરોડોમાં આળોટતો અને બાદમાં મસમોટુ દેણું થઇ જતાં ગામ મુકી ભાગી ગયેલા સોૈરાષ્ટ્ર કલા કેન્દ્ર મેઇન રોડ નવિનનગરમાં રહેતાં સંજય ઉર્ફ એસ્ટ્રોન લીલારામ ભંભલાણી સામે તેના જ એક સમયના મિત્ર એવા એડવોકેટ અને મંડળીના સંચાલકે સવા કરોડની ઠગાઇની ફરિયાદ નોંધાવી છે.  પોતાની જાતને મોટા પંટર તરીકે ઓળખાવતાં સંજય ઉર્ફ એસ્ટ્રોને છેતરપીંડી કરી માથે જતાં ફોન કરી જો મારી ઘરે ગયા તો જીવતા નહિ રહેવા દઉ તેવી ધમકી આપ્યાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. સંજયને ૨૦૧૮માં પૈસાની જરૂર હોઇ મંડળી સંચાલકે પોતાના તથા સગા સંબંધીઓ પાસેથી લઇને રૂ. સવા કરોડ આપ્યા હતાં. આ રકમ ચાઉ કરી જઇ તેમજ સિકયુરીટી પેટે આપેલા દસ્તાવેજોની મિલ્કતો નામે ન કરી દઇ છેતરપીંડી કર્યાનો આરોપ મુકાયો છે. પોલીસે આરોપીને પકડી લઇ વિશેષ તપાસ હાથ ધરી છે.

ડીસીબી પોલીસે આ બારામાં  વકિલાત કરવાની સાથે આઇશ્રી ખોડિયાર ક્રેડિટ કો. ઓપ. સોસાયટી નામની મંડળી પણ ચલાવતાં ન્યુ જાગનાથ પ્લોટ-૨૩, હરસિધ્ધી એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતાં  દિપકસિંહ દોલતસિંહ રાઠોડ (ઉ.વ.૪૨)ની ફરિયાદ પરથી સંજય ઉર્ફ એસ્ટ્રોન ભંભલાણી સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધ્યો છે.

દિપકસિંહ રાઠોડે ફરિયાદમાં જણાવ્યું છે કે હું વકિલાત કરવાની સાથે ઢેબર રોડ પર શરાફી મંડળી ચલાવું છું. ૨૦૧૮માં મારા મિત્ર અને ઓળખીતા સંજય ઉર્ફ એસ્ટ્રોંન ભંભલાણીને પૈસાની જરૂરત ઉભી થતા મને તેણેવાત કરેલ કે, મારે હાલમાં પૈસાની ખેંચ છે જેથી તમો મંડળી ચલાવો છો આથી તમે મને મ દદ કરો. હું તમને પૈસા થોડા સમયમાં પરત કરી આપીશ અને હું તમને સીકયુરીટી પેટે મારા પત્નિ કાજલબેનના નામનું મકાન છે તે મકાનની ઉત્તરોતર ઓરીજનલ ફાઇલ આપીશ. આથી મેં તેને કહેલ કે, હાલ મંડળીમાં મોટી રકમ નથી જેથી હું મંડળીમાંથી તેમજ સગાસબંધી પાસેથી રૂ.૧ કરોડ ૨૫ લાખ  આપી શકુ. આથી ગત તા. ૨૦/૧૧/૨૦૧૮ના રોજ આ સંજય ઉર્ફે એસ્ટ્રોન લીલારામ ભંભલાણી (રહે. સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર મેઇન રોડ નવીનનગર શિવાલય મકાન) મારી ઓફીસ ઢેબર રોડ અજંતા કોપ્લેક્ષ ખાતે આવેલ છે ત્યાં આવ્યો હતો. એ વખતે હું તથા મારા નાના ભાઇ ધર્મેશભાઇ દોલતસિંહ રાઠોડ, અમારી ઓફીસમાં કામ કરતા સમીરભાઇ પરમાર તથા યાસીનભાઇ મકવાણા સહિતના હાજર હતાં ત્યારે  સંજય ઉર્ફ એસ્ટ્રોનને ગણીને રૂ. ૧ કરોડ ૨૫ લાખ શરાફી વ્યાજે સવા ટકા લેખે આપેલ હતા.

તેના બદલામાં સંજયએ સીકયુરીટી પેટે મને તેના પત્નિ કાજલબેન સંજયભાઇ ભંભ લાણીના નામનો રૈેયા સર્વે નં. ૧૧૩૧-ર તથા ૧ ૧૪/૧-૨ ની જ મીનમાં પ્લોટ નં. ૭૭ર/-૧ પૈકી પુર્વ બાજુની જમીન ચો. મી. આશરે ૬૬-૪૧ ઉપર બંધાયેલ મકાન જે ચંદન પાર્ક સોસાયટીમાં આવેલ છે તેનો દસ્તાવેજ રાજકોટ સબ રજીસ્ટાર કચેરીના દસ્તાવેજ નં.૪૫૫૩/૨૦૧૪ થી નોંધાયેલ છે તેની ઓરીઝનલ ઉત્તરોતરના દસ્તાવેજની ફાઇલ તથા એક ફલેટ વેસ્ટ હીલ બીલ્ડીંગમાં ત્રીજા માળે ફલેટ નં. ૩૦૧નો છે જે સંજયનો છે પરંતુ તેણે તેના માણસ વરીયન જયંતીલાલ જોષી રહે. શીવમ પાર્ક શેરી નં. ૩ રાજકોટ વાળાના નામે ખરીદ કરેલ છે તેની ઓરીઝનલ ફાઇલ આપી હતી.

એ પછી રવીરત્ન પાર્કમાં આવેલ ફલેટની ઓરીઝનલ ફાઇલ તેણે આપેલ અને કહેલ કે જો મારાથી તમારા પૈસા એક વર્ષમાં પરત ન આપી શકાય તો મકાન તથા ફલેટનો દસ્તાવેજ તમારા નામે કરી આપીશ. આવું વચન અને વિશ્વાસ આપેલ. આ બંને દસ્તાવેજની ફાઇલ મારા કબ્જામાં રાખી મેં તેને રોકડા રૂપીયા ૧ કરોડ ૨૫ લાખ આપેલ હોય, અને તેઓએ એક વર્ષમાં આ પૈસા પરત આપવા અથવા તો આ મિલ્કતના દસ્તાવેજ મારો નામે કરી આપવાનું પાકુ વચન અને વિશ્વાસ આપેલ. પરંતુ તે દરમિયાન તેના ઉ૫૨ મોટુ દેણુ થઇ જતા રાજકોટ મુકી જતો રહેલ અને અવાર નવાર ફોન કરવા છતા ફોન બંધ કરી દીધેલ હોઇ આથી મારા પૈસા માટે હું તેના ઘરે જતાં તેના પત્નિએ મારા વિરૂધ્ધ જે તે વખતે પોલીસમાં અરજી કરી દીધી હતી.

એ દરમિયાન એક વખત સંજયનો મારા ઉપર ફોન આવેલ અને કહેલ કે, તમે મારા ઘરે જતા નહી મેં મારી તમામ મિલ્કતો રાજુભાઇ રૂપમને સોંપેલ છે અને જે લોકો મારી પાસે પૈસા માંગે છે તેઓનું લીસ્ટ મેં રાજુભાઇને આપેલ છે. તેથી રાજુભાઇ તમને બોલાવી તમારા પૈસા આપી દેશે અને જો હવે તમે મારા ઘરે ગયા તો તેમને જીવતા નહી રહેવા દઉ તેવી ધમકી આપેલ. ત્યાર બાદ મેં વાયા મારફતે રાજુભાઇનો સંપર્ક કરેલ પરંતુ તેઓએ મને સંજયના કહેવા મુજબ બોલાવેલ નહી કે મારા પૈસા પરત કરેલ નહી. જેથી મારા તથા મારા સગા વહાલાના રોકડા રૂ.૧ કરોડ રપ લાખ આ સંજય ઉર્ફે એસ્ટ્રોન મારી પાસેથી લઇ ગયેલ અને આધાર તરીકે સીકયુરીટી પેટે મકાન તથા ફલેટની ફાઇલો આપી તે નો દસ્તાવેજ મારા નામે કરી આપવાનું પાકકુ વચન અને વિશ્વાસ આપી મને મારા નાણા પરત નહી કરી કે ઉપરોકત મિ લ્કતનો દસ્તાવેજ નહી કરી આપી રાજકોટ છોડી ભાગી ગયેલ હોઇ છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો હોઇ તેમજ મને મારી નાખવાની ધમકી આપેલ હોઇ જેથી ફરિયાદ નોંધાવી છે.

દરમિયાન ક્રાઇમ બ્રાંચે આ ગુનામાં સંજય ઉર્ફ એસ્ટ્રોન લીલારામ ભંભલાણી (ઉ.વ.૪૭-રહે. 'શિવાશીષ', સોૈરાષ્ટ્ર કલા કેન્દ્ર મેઇન રોડ, નવિનનગર)ને સકંજામાં લીધો છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ  વી. જે. જાડેજા, એએસઆઇ જયેશભાઇ નિમાવત, ચેતનસિંહ ચુડાસમા, રાજદિપસિંહ ગોહિલ, હેડકોન્સ. ભરતસિંહ પરમાર, હિતેન્દ્રસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ જાડેજા, કોન્સ. સ્નેહભાઇ ભાદરકા વધુ તપાસ કરે છે. સંજય ઉર્ફ એસ્ટ્રોન આટલો સમય રાજકોટથી બહાર હતો ત્યારે અમદાવાદ, ગોવા, મુંબઇ હરતો-ફરતો રહ્યો હોવાનું અને મોટે ભાગે મુંબઇમાં રહેતો હોવાનું તેણે રટણ કર્યુ છે. તે રાજકોટ આવ્યાની માહિતી મળતાં અટકાયતમાં લેવાયો હતો. તેનો કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ ધરપકડ કરી સાહેદોના નિવેદનો અને પુરાવા મેળવવા કાર્યવાહી થશે.

રામેશ્વર શરાફી મંડળીના ૬૦ કરોડના કોૈભાંડમાં સિટની રચના કરતાં પોલીસ કમિશનર અગ્રવાલ

એસીપી રાઠોડ અધ્યક્ષઃ પીઆઇ જે. ડી. ઝાલા, પીએસઆઇ કામલીયા, થોરાળા પીએસઆઇ જી. એસ. ગઢવી અને બે રાઇટરની ટીમ કરશે તપાસ

રાજકોટ તા.૫ :. ઢેબર રોડ પર કાંતા સ્ત્રી વિકાસ ગૃહ સામે શ્રીમદ્દ ભવનમાં આવેલી શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળીના સંચાલકો વિરૂધ્ધ નોંધાયેલી ૬૦ કરોડની ઠગાઇની ફરિયાદમાં ઉંડાણપુર્વકની તપાસ થાય અને છેતરાયેલા થાપણદારોને ન્યાય મળે તે માટે થઇને પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે સિટ (સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ)ની રચના કરી છે.

ભકિતનગર પોલીસે આ ગુનામાં ત્રણ આરોપીઓ મંડળીના ચેરમેન સંજય હંસરાજભાઇ દુધાગરા (રહે. એ. પી. પાર્ક), વાઇસ ચેરમેન ગોપાલ લક્ષમણભાઇ રૈયાણી (રહે. ખોડીયાર સોસાયટી મેઈન રોડ નંદા હોલ પાછળ, 'માતૃ છાંયા') અને મેનેજર વિપુલ રતિભાઇ વસોયા (રહે. મહેશ્વરી સોસાયટી, ૪૦ ફુટ રોડ, દેવપરા પાછળ)ની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં ૧૦ દિવસના રિમાન્ડ મળતાં તપાસ આગળ ધપાવી છે. પોલીસે શરાફી મંડળીની ઓફિસની જડતી કરી અલગ-અલગ ૪૦ જેટલા રજીસ્ટર પણ કબ્જે કર્યા છે.

દરમિયાન શ્રી અગ્રવાલે સિટની રચના કરી તેમાં અધ્યક્ષ તરીકે એસીપી એચ. એલ. રાઠોડની નિમણુંક કરી છે. ડીસીપી પ્રવિણકુમાર મીણાની રાહબરીમાં એસીપી રાઠોડ, પીઆઇ જે. ડી. ઝાલા, ભકિતનગરના પીએસઆઇ કામલીયા અને થોરાળાના પીએસઆઇ જી. એસ. ગઢવી તથા બે રાઇટરો નિલેષભાઇ મકવાણા અને ઘનશ્યામભાઇ મેણીયા આ ટીમમાં તપાસ કરશે.

(3:16 pm IST)