Gujarati News

Gujarati News

News of Sunday, 5th January 2020

તાલુકા પોલીસે નવલનગરના હદપાર મેહુલ ઉર્ફ ભુરી અન. ધરમ ઉર્ફ કાળીયોને પકડ્યા

રાજકોટઃ નવલનગર-૯ના છેડે કૈલાસનગર-૨ બંધ શેરીમાં રહેતો મેહુલ ઉર્ફ મામો ઉર્ફ ભુરી ધનજીભાઇ જેઠવા (ઉ.૨૨) હદપાર હોવા છતાં બાલાજી હોલ ૧૫૦ ફુટ રીંગ રોડ પર મળી આવતાં તાલુકા પોલીસ મથકના કે. આર. કુવાડીયા, રાજવીરસિંહ સહિતે પકડી લીધો હતો. જ્યારે નવલનગર-૯ના ધરમ ઉર્ફ કાળીયો પરેશભાઇ કતિરાને પણ હદપાર ભંગ સબબ મવડી રામધણ પાસેથી હર્ષદસિંહ ચુડાસમા, વિક્રમભાઇ લોખીલ સહિતે પકડ્યો હતો.

(12:01 pm IST)