Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

સહકાર રમતોત્સવ

રાજકોટ : ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેન્કસ ફેડરેશન અને ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેન્ક લી.ના ઉપક્રમે, સહકારી બેન્કો માટેના અંબ્રેલા ઓર્ગેનાઈઝેશન પ્રોત્સાહન આપવા 'સહકાર રમતોત્સવ-૨૦૧૮'નું આયોજન કરાયેલું. તેમાં ક્રિકેટ, ચેસ, કબડ્ડી, કેરમ અને ટેબલ ટેનીસનો સમાવેશ કરાયેલ. કેરમમાં રાજકોટ નાગરીક સહકારી બેન્ક લી.માંથી ઈમ્તિયાઝભાઈ ખોખર (પ્રથમ), વિજયભાઈ પાઘડાર (દ્વિતીય) અને મેહુલભાઈ શાહ (તૃતીય) અને ચેસમાં લલીતભાઈ નિર્મલ (પ્રથમ રનર્સઅપ) વિજેતા થયા હતા. ક્રિકેટ મેચના પ્રથમ રાઉન્ડમાં રાજકોટ નાગરીક સહકારી બેન્ક લીમીટેડે ભાવનગર નાગરીક સહકારી બેન્ક લી. સામે જીત મેળવી હતી. ક્રિકેટનો ફાઈનલ મેચ અમદાવાદ ખાતે રમાશે. સહકાર અગ્રણી જયોતિન્દ્રભાઈ મહેતા અને અજયભાઈ પટેલે શુભેચ્છા પાઠવી હતી.

(4:00 pm IST)