Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ દ્વારા વિદ્યાર્થીઓ-દાતાઓનું સન્માન

રાજકોટઃ રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ છેલ્લા પ૪ વર્ષથી ગુર્જર સુથાર જ્ઞાતિના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક પાઠયપુસ્તકો, નોટબુક, ટયુશન ફી સહાય, સ્કોલરશીપ વગેરે જેવી ઘણી સહાય કરી રહેલ છે. ૨૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ લાભ લઇ રહ્યા છે. આ વર્ષે પણ ૨૬મો તેજસ્વી વિદ્યાર્થીઓ દાતાઓ અને વિશિષ્ટ પ્રતિભાઓનો સન્માન સમારંભ તાજેતરમાં સંસ્થાનાં પટાંગણમાં યોજાયો હતો. મુખ્ય મહેમાનપદે પેશાવરીયા એકસપોર્ટ - જામનગરનાં ડાયરેકટર રાજેષભાઇ ત્રિભોવનભાઇ પેશાવરીયા તથા અતિથિ વિશેષ પદે ઇનોવેટીવ મોલ્ડ વર્કસ-રાજકોટનાં મેનેજીંગ ડાયરેકટર સુનીલભાઇ કનુભાઇ સીનરોજા, રાજયપાલ તેમજ રાષ્ટ્રપતિના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનાર ધોરાજી પાસેના તરવડા ગામની પ્રાથમીક શાળાનાં આચાર્યશ્રી પ્રવિણભાઇ ગોકળભાઇ મોડાસીયા ઉપસ્થિત રહેલ. મંચ પર અધ્યક્ષ કિશોરભાઇ જાદવાણી, પ્રમુખ ચમનભાઇ ગોવિંદીયા, મંત્રી નટુભાઇ ભારદીયા, ટ્રસ્ટી અરવિંદભાઇ ત્રેટીયા ઉપસ્થિત રહેલ. ધો.પથી૧૨ અને કોલેજનાં છેલ્લા વર્ષમાં તેજસ્વીતા પૂરવાર કરી પ્રથમ ત્રણ ક્રમાંક મેળવેલા ૩૧ વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ અને રોકડ પુરસ્કાર આપવામાં આવેલ હતા. મંચ પરના મહાનુભાવોની હસ્તે સન્માન કરવામાં આવેલ. ઉપરાંત કોલેજના છેલ્લા વર્ષમાં ૬પ%થી વધુ ગુણ મેળવેલા કુલ ૩૮ વિદ્યાર્થીઓને પણ મંચ પરથી પુરસ્કાર આપી સન્માનીત કરવામાં આવેલ, સાથે નટવર આહુલપરા લેખિત પુસ્તક 'પિતા અમારા ભાગ્ય વિધાતા' કે જેની રાજયપાલે એવોર્ડ આપેલ છે તે પુસ્તક કુલ ૧૬૧ વિદ્યાર્થીઓને આપવામાં આવેલ. ત્યારબાદ શિક્ષણક્ષેત્રે તેજસ્વીતા મેળવનાર કુલ પાંચ વિશિષ્ટ પ્રતિભાઓનું સન્માન કરવામાં આવેલ. જેમાં પી.એચ.ડી સફળતાપૂર્વક પુરુ કરનાર તેમજ અનેક ડિગ્રીઓ મેળવનાર હાર્દિક ભરતભાઇ ભાડેશીયા, એમ.બી.બી.એસનો અભ્યાસ સફળતાપૂર્વક પાર કરી સારા માર્કે પાસ થનાર કુ.પાયલ કિશોરભાઇ મહિધરીયા, ધો.૧૨ (કોમર્સ) માં ૯૯.૯૮  પરસનટેન્જ મેળવી બોર્ડમાં બીજું સ્થાન પ્રાપ્ત કરનાર જૈમિન નિલેષભાઇ ગજજર (આમરણીયા) ધોરણ ૧૦માં ૯૯.૯૫ પરસન્ટાઇલ સાથે બોર્ડમાં પાંચમુ સ્થાન પ્રાપ્ત કરનાર દર્શિત નિરવભાઇ વડગામા અને સીબીએસસી બોર્ડની ધોરણ ૧૦ની પરીક્ષામાં બધા જ વિષયમાં એ-૧ ગ્રેડ મેળવનાર કુ.ધ્રુવી અનિલભાઇ વડગામાને સંસ્થાનાં હોદેદારોએ પુષ્પગુચ્છ અને મોમેન્ટો અર્પણ કરી સન્માનીત કરેલ. સન્માન કાર્યક્રમનું સંચાલન મંત્રી નટુભાઇ ભારદીયા દ્વારા કરવામાં આવેલ. ત્યારબાદ વર્ષ ૨૦૧૮માં રૂ.૧૦૦૦૦ કે તેથી વધુ રકમનું અનુદાન આપનાર દાતાશ્રીઓનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને સન્માન સંસ્થાના હોદેદારો દ્વારા કરવામાં આવેલ. મુખ્ય અનુદાન આપનાર દાતાઓમાં શ્રીમતી લતાબેન અને રસિકભાઇ ગીરધરભાઇ વાલંભીયા- લંડનના રૂ.૧,પ૨,૦૦૦/ વિશ્વકર્મા સત્સંગ મંડળ-સાઉથ લંડનના રૂ.૧,૧૯,૦૦૦/ સ્વ. હિંમતભાઇ ડી.છનીયારા-ગાંધીનગરનાં રૂ.૧,૧૧,૦૦૦/ એક શુભેચ્છક તરફથી રૂ.૭૬૦૦૧/ મનીષભાઇ અમૃતલાલ સંચાણીયા- યુ.એસ.એના રૂ.૪૨,૦૦૦/ મળેલ હતા. આ ઉપરાંત મુખ્ય મહેમાન રાજેશભાઇ પેશાવરીયા - જામનગરનાં રૂ.૧,૧૧,૦૦૦/ તેમજ અતિથી વિશેષ સુનીલભાઇ સીનરોજા તરફથી રૂ.૧૧,૦૦૦/ અનુદાન મળેલ હતું. આમ વર્ષ ૨૦૧૮માં કુલ ૩પ વધુ દાતાશ્રીઓ પાસેથી રૂ.૧૦લાખથી વધુ રકમનું અનુદાન મળતા તેઓનું પણ સન્માન કરાયુ હતુ. આ કાર્યક્રમનું સંચાલન હરેશભાઇ ખંભાયતાએ કરેલ. કાર્યક્રમમાં વિશ્વકર્મા મેગેઝીનના તંત્રી પ્રવિણભાઇ ગજજર પણ ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેજ પાસે સુંદર રંગોળી કુ.મિતલ કરગથરાએ બનાવેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અધ્યક્ષ કિશોરભાઇ જાદવાણી, પ્રમુખ ચમનભાઇ ગોવિંદીયા, મંત્રી નટુભાઇ ભારદીયા તથા કમલેશભાઇ ભારદીયા, નિલેષભાઇ આમરણીયા, અરવિંદભાઇ ત્રેટીયા, ભરતભાઇ ખાટેચા, પ્રવિણભાઇ અઘારા, જયંતિભાઇ ભલસાણીયા, વિનયભાઇ તલસાણીયા, વસંતભાઇ ભાલારા, જનકભાઇ વડગામા હરેશભાઇ ખંભાયતા, ચંદ્રેશભાઇ ખંભાયતાં, મહેશભાઇ વડગામા, પ્રકાશભાઇ દુદકીયા, જયસુખભાઇ ઘોરેચા, કિશોરભાઇ બોરાણીયા, પ્રવિણભાઇ ધ્રાંગધરીયા, નટુભાઇ ધ્રાંગધરીયા, પ્રમોદભાઇ બદ્રકિયા, વસંતભાઇ ભેસાણીયા, નિલેષભાઇ અંબાસણા, તથા અન્ય કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવેલ હતી.(૨૩.૯)

(4:00 pm IST)