Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

૧ર.રપ લાખની ચાંદીની છેતરપીંડીના ગુનામાં આઠ વર્ષથી ફરાર લખન અને આઝાદ પકડાયા

ચંપકનગરના અલ્પેશભાઇ સોનીનું ર૦ કિલો ચાંદી ઘરેણા બનાવવા લઇ ગયા બાદ પરત ન કરતા ફરિયાદ થઇ હતીઃ ક્રાઇમ બ્રાંચે બંનેને રાજસ્થાનથી દબોચ્યા

રાજકોટ તા. પ :.. ચંપકનગરના સોની વેપારી પાસેથી ર૦ કિલો ચાંદી ઘરેણા બનાવવા લઇ ગયા બાદ છેતરપીંડીના ગુનામાં આઠ વર્ષથી ફરાર બે શખ્સોને ક્રાઇમ બ્રાંચે પકડી લીધા છે.

મળતી વિગત મુજબ ચંપકનગરમાં રહેતા અલ્પેશભાઇ દેતરીયા પાસેથી નવ વર્ષ પહેલા વિજય સોની, લખન, ખીમો, પૂનાએ ઘરેણા બનાવવા માટે રૂ. ૧ર,રપ,૦૦૦ નું ર૦ કિલો ચાંદી આપ્યું હતું.

વિજય તથા લખને ઘરેણા ન બનાવીને પરત ન છેતરપીંડી કરતા વેપારી અલ્પેશભાઇ એ બી. ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. દરમ્યાન સામાકાંઠા વિસ્તારમાંથી છેતરપીંડીના ગુનામાં ફરાર આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશનર સિધ્ધાર્થ ખત્રીએ સુચના આપતા ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ. એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ. બી. ત્રિવેદી, હેડ કોન્સ. સામતભાઇ ગઢવી તથા સંજયભાઇ કુમારખાણીયા સહિતે બાતમીના આધારે આઠ વર્ષથી ફરાર લખન ઉર્ફે મોન્ટી દયાળજીભાઇ ખટીક (ઉ.ર૮) (રહે. થુરગામ તા. ભડ ગામ રાજસ્થાન) ને ઉદયપુરથી અને આઝાદ રાધેશ્યામજી સોની (ઉ.૩૦) (રહે. નાથદ્વારા ફોજ મહોલ્લા ચારભુજા મંદિરની પાસે મુળ થુરગામ) ને નાથદ્વારાથી પકડી લીધો હતો.

(3:57 pm IST)