Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

પટકથા લેખક, અભિનેતા પણ છેઃ રાજકોટનું ગૌરવ

યુવા લેખક અમન કોટક લિખીત પુસ્તક ''ડાઈનોપિડીયા''નું આવતીકાલે વિમોચન

રાજકોટ,તા.૫: માત્ર ૨૨ વર્ષની નાની વયે ૩ વર્ષના રિસર્ચ બાદ ઝુઓલોજીના પેટા સબજેકટ 'પેલેન્ટોલોજી' એટલે કે પ્રાચિન મહાકય પ્રાણીઓ 'ડાઈનોસોર્સ' ઉપર મુળ રાજકોટના પનોતા પુત્ર અને હાલ અમદાવાદવાસી એવા અમન કોટકે ભારતીય ગ્રંથોમા ડાઈનોસોર્સના સંસ્કૃત શ્લોકો સાથે ઉલ્લેખ સાથે એક પુસ્તક 'ડાઈનોપિડીયા' લખ્યુ, આ વિષય સાથે પુસ્તક લખનાર પ્રથમ ભારતીય લેખક હોવાનું અમન કોટકને ગૌરવ છે.જેનું આગામી તા.૬ રવિવારના રોજ કાલવાડ રોડ સ્વામિનારાયણ મંદિરના યોગી સભાગૃહમાં સાંજે ૫:૩૦ થી ૭ વિમોચન થનાર છે.

ઉલ્લેખનિય છે કે અમન કોટક ફિલ્મ પટકથા લેખક તેમજ અભિનેતા પણ છે. આ પુસ્તક લખવામાં અમના માર્ગદર્શન તરીકે અમેરિકાના મોન્ટાના સ્ટેટ યુનિવર્સિટીના વિશ્વ પ્રખ્યાત પેલેન્ટલોજીસ્ટ તથા તમામ જુરાસિક પાર્ક ફિલ્મોના ટેકનિકલ એડવાઈઝર ડો.જેક હોર્નરએ મહત્વની ભુમિકા ભજવેલ. આ પુસ્તક વિશ્વ પ્રસિધ્ધ પ્રકાશક 'નોશન પ્રેસ' દ્વારા દુનિયાના ૧૫૬થી વધુ દેશોમાં અમેઝોન અને ફિલપકાર્ટ જેવા તમામ ઓનલાઈન પ્લેટફોર્મસ ઉપર ઈ-બુક તેમજ કિન્ડલ એડિસનમા તાજેતરમાં પ્રસિધ્ધ થઈ ચુકયુ છે અને ધુમ મચાવી રહ્યું છે. વિમોચન દરમ્યાન આ ''ડાઈનોપિડિયા'' પુસ્તકની નકલ લેખક 'અમન કોટક'ના હસ્તાક્ષર સાથે મેળવાવા જાહેર જનતાને અનુરોધ કરાયેલ છે. અમન કોટકને ફિલ્મ લેખન, અભિનય તથા નિર્દેશન માટે આ અગાઉ અનેક માનપત્રો તેમજ એવોર્ડો પ્રાપ્ત થઈ ચુકયા છે. તેઓના આ પ્રથમ પુસ્તક 'ડાઈનોપિડીયા'ને પ્રસ્તાવના આશિર્વાદ બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સંસ્થા (બીએપીએસ)ના આધ્યાત્મિક ગુરૂ પૂજય મહંત સ્વામી મહારાજ તથા ભારતિય વૈજ્ઞાનિક ડો.આભાસ મિત્રો કે જેઓએ સફળતા પુર્વક ડો.સ્ટિફન્સ હોકિન્સની બ્લેક હોલ થિયરીને ચેલેન્જ કરેલ તેઓએ આપેલ છે. 'ડાઈનોપિડીયા પુસ્તક'ના રિવ્યુ જાણીતા ભારતીય કલાકારો દેવ જોશી (બાલવીર ફેમ) તથા ભવ્ય ગાંધી (તારક મહેતા ફેમ ટપુ)એ આપી દરેકને આ પુસ્તક વસાવવા આગ્રહપુર્વક અનુરોધ કરેલ છે.

તસ્વીરમાં શ્રી હિરેનભાઈ કોટક, સોનલબેન કોટક સાથે શ્રી અમન કોટક (મો.૯૮૯૮૭ ૯૯૦૫૫) નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૩૦.૪)

(3:41 pm IST)