Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

આજે શ્રી શુકાનંદ સ્વામીની ૧૫૦મી પુણ્યતિથી

 સ્વામીનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામીનારાયણ પ્રભુની સાથે અક્ષરધામથી અનેક મુકતો સંતો-હરીભકતના રૂપે આવેલ હતા. એમાના એક સમર્થ સંત એટલે સદ્ગુરૂ શ્રી શુકાનંદ સ્વામીજી સંવત ૧૮૫૨ના રક્ષાબંધનના પવિત્ર દિવસે નડીયાદની બાજુમાં ડભાણ ગામ ખાતે પવિત્ર દિવસે બ્રાહ્મણ પરિવારમાં પ.પૂ. શુક્રસ્વામીનો જન્મ થયેલ.... નાની ઉંમરથી આ મુકત આત્માએ પ્રભુસેવાનો પોતાનો સંકલ્પ દઢ કરી રાખેલ .... પોતાની નવ વર્ષની બાળ ઉંમરમાં તેમના માતુશ્રી સદાબાએ બાળકને પ્રશ્ન પુછયો કે તો મોટો થઇને શું કરીશ? ત્યારે એ બાળક કહે છે હુ મોટો થઇને પ્રભુને અખંડ સેવા કરીશ, અને પ્રભુ લખવાની જે આજ્ઞા કરશે તે હુ નિભાવીશ સંવત ૧૮૬૬ ડભાણમાં શ્રીજી મહારાજે ભવ્યયજ્ઞ કર્યો ત્યારે સાબદાબાને કહયું કે આ તમારો પુત્ર જગન્નાથ (શુક્રમુનિનું પુવાશ્રમનું નામ) તો સાક્ષાત શુક્રદેવજી છે તેને અમને સેવામાં આપો અને આ જગન્નાથને ૧૪ વર્ષ જ વૈરાગ્ય દઢ થતા પરિવારની સંમતિ લઇ ગૃહત્યાગ કરી શ્રીજી મહારાજની સેવાપર્ણ થયા અને શ્રીજી એ તેમને બ્રહ્મચારી રૂપે દીક્ષા આપી ગોંવિદાનંદ બ્રહ્મચારીનામ આપ્યું સમય જતા બ્રહ્મચારીનો સંકલ્પ પુર્ણ કરવા  શ્રીજીમહારાજે સાધુના સ્વરૂપે દીક્ષા આપી શુકાનંદસ્વામી નામ પાડયું.

શુકાનંદ સ્વામી સારધાર  બ્રહ્મચય વ્રત રાખતા તથા તેમના ત્યાગ -વૈરાગ્યના ગુણ જોઇ ભગવાન સ્વામીનારાયણે પોતાના હજુરી સેવક તરીકે પોતાની પાસે રાખયા અને પુજય સ્વામી શ્રી હરીના હેડરાઇટર તરીકે કાયમી રહયા... સ્વામી શ્રીહરીનો હૃદયગત અભિપ્રાય જાણી લેતા મહારાજની શુ રૂચિ છે? તે તો જાણતા પણ મહારાજ નુ મન વાંચીને તુરત સમજી જતા કે મહારાજ મારી પાસે શું લખાવા માંગે છે. ? અને તે અનુસંધાને પત્રો-ઉપદેશને લખતા.

 સ્વામીએ એકવાર સંત્સંગીજીવનના અમુકમુદાઓ વિષે આખી રાત જાગીને લખાણ પુુરૂ કયું સવારે તેઓ તે પાના લઇને શ્રીજીમહારાજને બતાવવા આલ્યા ત્યારે મહારાજે એ પાના જોયા વાંચ્યા વગર સીધા સગડી-ચુલામાં નાખી દીધા અને હસવા લાગ્યા ત્યારે શુકમુનિને કોઇ સંકલ્પ ન થયો કે મારૂ લખાણ જોયા વાંચ્યા વગર બાળી નાખ્યું ઉલટાનું તે પણ મહારાજના સાથે હસવા લાગ્યા ત્યારે મહારાજ કહે તમારૂ લખાણ મેં આમ બાળી દીધુ ને  પાછા હસો છો કેમ ! ત્યારે સ્વામી કહે  મારે તો તમને રાજી કરવાતા તમે પાના બાળીને રાજી થયા તો તમને જોઇને હુ પણ રાજી થયો કે મે તમને રાજી તો કર્યા!  આ જવાબ સાંભળી  શ્રીજીમહારાજ સ્વામીના નિર્માની પણા ઉપર ખુબ જ રાજી થયા અને તેમને પોતાના થાળની પ્રસાદી આપી કૃપા વરસાવી અઢળક હો..એકવાર સ્વામી અક્ષર ઓરડીમાં  શ્રીહરી વતી પત્ર લખાણ કરતા હતા. તેવામાં દિવામાં તેલ ખુટી જતા બુઝાઇ ગયો, ત્યારે શ્રીહરીએ પોતાના જમણા પગનો અંગુઠો માંથી પ્રકાશ પાથરીને લખાણ કાર્ય પુર્ણ કરાવ્યું એકવાર સ્વામી મહારાજને કહે હુ ભાગવત ભણ્યો નથી મને તે ભણવાનો સમય  જ મળ્યા નથી તેથી મને આવડતુ નથી ત્યારે  શ્રીજીમહારાજ રાજી થઇને કહે તમો ભાગવત ભણેલાજ છે આજથી તમને ભાગવત કંઠસ્થ થઇ જશે આમ  શ્રીજીના આર્શીવાદથી સ્વામીને ભાગવત કંઠસ્થ થઇ ગયું એટલુ જ નહિ અનેકને તેમણે એ ભાગવત ભણાવ્યું.. અને ઘણી કથા પણ કરી.

 અત્યારનું રનીંગ વર્ષ જે વચનામૃત ગ્રંથનું ૨૦૦મુ વર્ષ ચાલી રહયું છે. આ  શ્રીજીમહારાજના અમૃતવચનનું સંપુર્ણ સંકલન કાર્ય ચાર સંતોએ કર્યું (૧) ગોપાલાનંદ સ્વામી (૨) શ્રી મુકતાનંદ સ્વામીજી (૩) શ્રી નિત્યાનંદ સ્વામી ઁ (૪) અને શ્રી શુકાનંદ સ્વામીજી  આમ આ શ્રીજીની પરાવાણી આપણા સુધી પહોંચાડવામાં પણ પૂજય સ્વામીનો ફાળો ગંથ્ર સંકલન રૂપે રહેલ છે. આ વચનામૃતમાં એક મુમુક્ષુ-જીજ્ઞાશા રૂપે સ્વામીએ જુદા-જુદા સ્થળ સમયે ૨૧વાર પ્રશ્ન પુછી પોતાની જ્ઞાન પાયાસા સંતોષી છે.

આજે આ  શ્રીજીમહારાજના લાડીલા સંતશ્રી ૧૫૦મી અક્ષરતિથિ નિમિતે આપણે પણ આ વચનામૃતના વધુમાં વધુ 'જ્ઞાનપીયાસુ' બની (વચનામૃતના વાંચન-પઠન) આ સદ્ગુરૂ સંતના ૧૫૦ ટકા રાજીપાના અધિકારી બનીએ એજ અભ્યર્થના સાથે સદ્ગુરૂવંદના સહ જય સ્વામીનારાયણ

પ્રવિણ કાનાબાર

રાજકોટ

મો.૯૮૨૪૨ ૬૫૩૦૦

(3:41 pm IST)