Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

થોરાળાના રામનગરમાં દારૂની ૪૦ બોટલ સાથે સોયેબ પકડાયો

રાજકોટ તા ૫ : નવા થોરાળા રામનગર સોસાયટીમા઼ થોરાળા પોલીસે દરોડો પાડી દારૂની ૪૦ બોટલ સાથે મુસ્લીમ શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ થોરાળા પોલીસ મથકના  પી.આઇ.  એસ.એન. ગડુની સુચનાથી એ.એસ.આઇ. બી.જે. જાડેજા સ્ટાફ  સાથે  પેટ્રોલીંગમાં  હતા ત્યારે બાતમીના આધારે નવા થોરાળા રામનગર સોસાયટી શેરી નં. ૧ માં દરોડો પાડી સોયેબ હાજીભાઇ ઓડીયા (ઉ.વ.૨૨) ને રૂા ૧૨,૮૦૦/- ની   કિંમતની દારૂની ૪૦ બોટલ સાથે પકડી લીધો હતો.

દેશી દારૂ સાથે સોનલ ઝડપાઇ

તાલુકા પોલીસ મથકના કોન્સ. અશોકભાઇ ડાંગર સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાલાજી હોલ પાછળથી સોનલ પસીયાભાઇ મદુરીયા (ઉ.વ. ૨૦) ને રૂા ૧૦૦ ના   પ લીટર  દેશી દારૂ સાથેઝડપી લઇ કાર્યવાહી કરી હતી. (૩.૭)

(3:39 pm IST)