Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

જો જો, રહી ન જવાય! સાઈકલ રેલીમાં રજીસ્ટ્રેશન માટે સોમવારે છેલ્લો દિવસ

ઈનામમાં આધુનિક સાઈકલ સહિતના અનેક આકર્ષક ઈનામથી સાઈકલવીરોને નવાજાશેઃ આપણા રાજકોટને સ્વચ્છતા, સુરક્ષા અને ફિટનેસનો મેસેજ આપવા માટે વધુને વધુ સંખ્યામાં રેલીમાં જોડાવવા રોટરી મીડટાઉન અને સાઈકલ કલબનું આહવાન

રાજકોટ, તા. ૫ : આગામી તા.૧૩ જાન્યુઆરીએ રાજકોટમાં મહાનગરપાલિકા અને સુરક્ષા સેતુના સહયોગથી રોટરી મીડટાઉન અને રાજકોટ-સાઈકલ કલબ દ્વારા આયોજિત શ્નસાઈકલોફનલૃમાં ભાગ લેવા માટે રાજકોટ જ નહીં બલ્કે સૌરાષ્ટ્રભરના સાઈકલપ્રેમીઓમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ રેલીમાં ભાગ લેવા માટે સાઈકલવીરો દ્વારા રજિસ્ટ્રેશન માટે અદ્બુત ધસારો જોવા મળી રહ્યો છે. દરમિયાન તા.૭દ્ગચ સોમવારે રેલીમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન માટેનો અંતિમ દિવસ હોય તે પહેલાં રજિસ્ટ્રેશન કરાવી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

રાજકોટ સાઈકલ કલબના મેમ્બરોએ સાઈકલપ્રેમીઓને આહ્વાન કરતાં જણાવ્યું હતું કે આપણા રાજકોટને સ્વચ્છતા, સુરક્ષા અને ફિટનેસનો મેસેજ આપવા માટે વધુને વધુ સંખ્યામાં લોકોએ આ રેલીમાં ભાગ લેવો જોઈએ. આ રેલીમાં ભાગ લેનારા દરેક સાઈકલવીરને એ જ દિવસે મેડલ, ટી-શર્ટ અને સર્ટિફિકેટથી નવાજવામાં આવશે. આ ઉપરાંત ઉમદા કવોલિટીની આધુનિક સાઈકલ, સહિતના અનેક આકર્ષક ઈનામો પણ એનાયત કરવામાં આવશે.

સાઈકલ રેલી બાદ એક લક્કી ડ્રોનું યોજાશે ગિયારવાળી સાઇકલ સહિતના અનેક ઇનામો આપવામાં આવશે.

સતત ત્રીજા વર્ષે આયોજિત આ સાઈકલોફનમાં ગત બે વર્ષની સરખામણીએ આ વર્ષે સાઈકલપ્રેમીઓ વધુ સંખ્યામાં ભાગ લ્યે તેવી સંભાવના છે. અત્યાર સુધી સાઈકલરસિકોએ આ રેલીમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન માટે અદ્બુત ધસારો કર્યો છે જયારે રજિસ્ટ્રેશનને હજુ બે દિવસનો સમય હોય મોટી સંખ્યામાં રજિસ્ટ્રેશન થવાની સંભાવના છે.

મનપાની શાળા અને  પુજિત રૂપાણી ટ્રસ્ટની  બાળાઓને ૨૫ સાઈકલ અપાશે

૧૩ જાન્યુઆરીએ યોજાનારી સાઈકલોફન બાદ રોટરી મીડટાઉન અને રાજકોટ સાઈકલ કલબ દ્વારા મહાપાલિકા સંચાલિત નગરપ્રાથમિક શાળાઓ તથા પુજિત પાણી ટ્રસ્ટની ૨૫ જેટલી બાળાઓને સાઈકલ ભેટ આપવામાં આવશે. આમ શહેરને સ્વચ્છતા, સુરક્ષા અને તંદુરસ્તીનો મેસેજ આપવાની સાથે સાથે ૨૫ જેટલી સાઈકલ ભેટમાં આપવાની આવકારદાયક સધ્પ્રવૃત્ત્િ। પણ કરવામાં આવશે. તેમ યાદીમાં જણાવાયું છે. (૩૭.૯)

 

(3:38 pm IST)