Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

'એઈમ્સ' રાજકોટને મળે એ માટે પૂર્વ કલેકટર ડો.વિક્રાંત પાંડેનો પણ સહયોગ મળેલ

રાજકોટ : 'એઈમ્સ'ની સુવિધા રાજકોટ શહેરને મળી છે. જે આનંદદાયક વાત છે. શહેરની ભાગોળે ખંઢેરી નજીક 'એઈમ્સ'ની હોસ્પિટલનું નિર્માણ થવાનું છે. 'એઈમ્સ' રાજકોટ લાવવા માટે અધિકારીઓ - પદાધિકારીઓ ખૂબ જ મહેનત કરી હતી. જેમાં રાજકોટ જિલ્લાના પૂર્વ કલેકટર ડો. વિક્રાંત પાંડેનો પણ સહયોગ મળેલ. રાજકોટ કે બરોડા કયાં શહેરમાં 'એઈમ્સ' લાવવી તે અંગે મીટીંગો યોજાઈ હતી. આ મીટીંગોમાં રાજકોટને શું ફાયદો થશે તે અંગે અનેક કારણો રજૂ કર્યા હતા.(૩૭.૪)

(3:34 pm IST)